________________
૧૯૬
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૩૬ આ : “વર્બમાવો” માં માત્ર શબ્દથી નિશ્યકઅંગુલિકાદિનો પરિગ્રહ છે.
તેથી એ પ્રાપ્ત થાય કે વર્યાદિની જેમ જ નિશ્યકઅંગુલિકા વગેરે પણ આગાઢ કારણ હોય તો સદોષ ભૂમિમાં રજોહરણથી પ્રમાર્જન કરીને પરઠવવાનું છે, જે રોગ વખતે સાધુના શરીરમાંથી નીકળતી કોઈ અશુચિને જણાવનાર પારિભાષિક શબ્દ છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
પૂર્વમાં દિગંબરવિશેષોએ કહેલ કે રજોહરણથી પ્રાર્થના કરવાને કારણે જીવોનો ઉપઘાત થાય છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે કે પ્રથમ ચક્ષુ વડે જીવો છે કે નહીં તે જોઈ લીધા પછી કીડી આદિ જીવો ન હોય તો પ્રમાર્જના કરવાની છે; અને કીડી આદિ હોય તોપણ સ્વાધ્યાય, ધ્યાન આદિ વિશેષ પ્રયોજન હોય અને અન્ય જીવરહિત ભૂમિની અપ્રાપ્તિ હોય, તો રજોહરણથી યતનાપૂર્વક પ્રાર્થના કરવાનું સૂત્રમાં કહેવાયેલું છે. આથી રજોહરણથી પ્રમાર્જના કરવાને કારણે જીવોનો ઉપઘાત થાય છે, એમ કેમ કહી શકાય? અર્થાત્ ન જ કહી શકાય.
અહીં કોઈ કહે કે ચક્ષુથી જોયા પછી જીવો ન હોય તો પ્રમાર્જના કરવાનું પ્રયોજન શું? તેથી કહે છે કે સૂત્રમાં કહેવાયેલ, ચક્ષુથી દેખાય નહિ તેવા પ્રકારના સૂક્ષ્મ જીવોના રક્ષણ માટે પ્રમાર્જના કરવાની છે. અને ચક્ષુથી જોયા પછી જીવો દેખાતા હોય તોપણ સંયમની આરાધના કરવારૂપ વિશેષ પ્રયોજન હોય તોપણ પ્રમાર્જના કરવાની છે.
વળી, આગાઢ કારણે મળ વગેરે પરઠવતી વખતે પ્રમાર્જના કરવામાં ન આવે તો દોષ પ્રાપ્ત થાય. આશય એ છે કે ઉત્સર્ગથી નિર્દોષ ભૂમિ મળે તો સાધુને મળ આદિ પરઠવવાનું છે. આથી જિનકલ્પી સાધુઓ શુદ્ધ ભૂમિની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી મળત્યાગ વગેરે કરતા નથી, પરંતુ જે સાધુઓ તેવા પ્રકારના સંઘયણબળવાળા નથી, તે સાધુઓ મળ વગેરેનો અવરોધ કરે તો ધ્યાન, સ્વાધ્યાય આદિનો વ્યાઘાત થવાથી તેઓનો સંયમનો પરિણામ વિનાશ પામે છે. તેથી તેવા સાધુઓ શુદ્ધ ભૂમિની પ્રાપ્તિ થતી ન હોય તો જીવસંસક્ત ભૂમિમાં જીવોનું રક્ષણ થાય તે રીતે રજોહરણથી પ્રાર્થના કરીને મળ આદિ પરવે; અને જો રજોહરણ રાખેલ ન હોય અને શુદ્ધ ભૂમિ ન મળતી હોય ત્યારે આગાઢ કારણે મળ આદિ પરઠતી વખતે જીવસંસક્ત ભૂમિની પ્રમાર્જના થઈ શકે નહીં, જેથી તે ભૂમિમાં રહેલ જીવોનો વિનાશ વગેરે દોષોની સંભાવના હોવાથી, જીવરક્ષા માટે સાધુને રજોહરણ આવશ્યક છે. ૧૩૬ll અવતરણિકા :
अप्रमार्जनदोषानाह - અવતરણિતાર્થ :
પૂર્વગાથામાં ગ્રંથકારે બતાવ્યું કે રજોહરણથી પ્રમાર્જન કરવાને કારણે જીવોનો ઉપઘાત થતો નથી, હવે રજોહરણ ન રાખવામાં આવે તો અપ્રમાર્જનથી થતા દોષોને કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org