________________
૧૫
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક | કર્થ દ્વાર | ગાથા ૧૩૬ આગાઢ હોતે છતે = મળ વગેરે જીવસંસક્ત ભૂમિમાં પરઠવવું પડે તેવું આગાઢ કારણ હોતે છતે, વોસિરાવવામાં રોસ= દોષો છે.
* *' વિતર્ક અર્થમાં છે. તેથી એ પ્રાપ્ત થાય કે ગ્રંથકાર પૂર્વપક્ષને વિતર્ક કરે છે કે કેવી રીતે ત્યાં જીવોનો ઉપઘાત થાય જ ?
* “3”ાવકાર અર્થમાં છે.
ગાથાર્થ :
શાસ્ત્રમાં ચક્ષુથી પડિલેહણ કરીને પ્રમાર્જન કરવાનું કહેવાયું છે. તેમાં કેવી રીતે જીવોનો ઉપઘાત થાય જ? અર્થાત્ ન જ થાય. અને આગાઢ કારણે પ્રમાર્જન કર્યા વગર મળ આદિ પરઠવવામાં દોષો થાય
છે.
ટીકા :
प्रत्युपेक्ष्य चक्षुषा पिपीलिकाद्यनुपलब्धौ सत्याम् उपलब्धावपि प्रयोजनविशेषे यतनया प्रमार्जनं सूत्र उक्तम्, यतश्चैवमत उपघातः कथं नु तत्र भवेत्? नैव भवतीत्यर्थः, सत्त्वानुपलब्धौ किमर्थं प्रमार्जनमिति चेत्? उच्यते- सूत्रोक्ततथाविधसत्त्वसंरक्षणार्थम् उपलब्धावपि प्रयोजनान्तरे तु, अप्रमार्जने तु दोषः, तथा चाह-अप्रमृज्य च दोषाः वर्चआदावागाढव्युत्सर्गे, आदिशब्दान्निश्येकालिकादिपरिग्रह इति गाथार्थः ॥१३६॥
ટીકાર્ય :
પ્રત્યુ —મવતીચર્થ, ચક્ષુ વડે પ્રત્યુપેશીને પિપીલિકાદિની=કીડી વગેરે જંતુઓની, અનુપલબ્ધિ હોતે છતે, પ્રયોજનવિશેષમાં જીવોની ઉપલબ્ધિ હોતે છતે પણ સૂત્રમાં =શાસ્ત્રમાં, યતના વડે પ્રમાર્જન કહેવાયું છે; અને જે કારણથી આમછે=ઉપરમાં કહ્યું એમ છે, એ કારણથી ત્યાં=રજોહરણ દ્વારા કરાતી પ્રમાર્જનામાં, કેવી રીતે ઉપઘાત થાય? અર્થાત્ ઉપઘાત ન જ થાય.
સક્વીનુપત્ની...... ૩ – દષ્ટિપહિલેહણ કર્યા પછી સત્ત્વની અનુપલબ્ધિ હોતે છતે=જીવો ઉપલબ્ધ નહીં હોતે છતે, શા માટે રજોહરણ દ્વારા પ્રમાર્જન કહેવાયું છે? એ પ્રમાણે જો પૂર્વપક્ષી કહે તો તેને કહેવાય છે
સૂત્રો ...પ્રયોગનાન્તરેતુ, જીવો ન હોય તોપણ સૂત્રમાં કહેવાયેલા તેવા પ્રકારના=ચક્ષુથી દેખી ન શકાય તેવા પ્રકારના, સત્ત્વોના જીવોના સંરક્ષણ અર્થે અને વળી ઉપલબ્ધિ હોતે છતે પણ=જીવો દેખાતા હોય તોપણ, પ્રયોજનાંતરમાં અન્ય કારણમાં, રજોહરણ દ્વારા પ્રમાર્જન કરવાનું કહેવાયું છે.
મનને વળી, અપ્રમાર્જનમાં દોષ છે, અને તે રીતે કહે છે=જે રીતે પ્રમાર્જન નહીં કરવાથી દોષ થાય છે તે રીતે કહે છે, અને અપ્રમાર્જીનેકરજોહરણ દ્વારા પ્રમાર્જન કર્યા વગર, વચ્ચદિવિષયક આગાઢ હોતે છતે વ્યુત્સર્ગમાં=મળ આદિનાવિષયમાં આગાઢ કારણ હોતે છતે વોસિરાવવામાં, દોષો થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org