SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૪ પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ દ્વાર | ગાથા ૧૩૫-૧૩૬ ટીકાર્ય પ્રમાર્જન થયે છતે મૂઈગલિકાદિનો=કીડી, મંકોડા વગેરેનો, વિનાશ, સંતાન અને ભાગ્યનો વિરહ આદિ થાય છે. તે સ્પષ્ટ કરે છે- રજોહરણના સ્પર્શવાથી અલ્પ કાયોનો-નાના શરીરવાળા જીવોનો, વિનાશ થાય છે, આ રીતે સંતાન=પ્રબંધથી ગમન, ભોગ્ય=સિથાદિ, આ બેનો વળી વિરહ થાય છે જ, એથી ઉપઘાત થાય છે. તથા રજ વડે દરીનું કીડી આદિના દરોનું, સ્થગન સંસર્જનાદિ દ્વારા ઉપઘાત થાય છે, અને એ રીતે પ્રમાર્જન કરાયે છતે રજ વડે દરનું સ્થગન સંભવે છે, અને તેના સંસર્જનમાં ધૂળનો સંસર્ગ થવામાં, સત્ત્વોનોકજીવોનો, ઉપઘાત સંભવે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : રજોહરણ સંયમયોગોનું સાધન નથી, એ કથનમાં કેટલાક દિગંબરો યુક્તિ આપે છે કે રજોહરણથી પ્રમાર્જના કરવામાં આવે તો રજોહરણના સંસ્પર્શથી કેટલાક અલ્પકાયવાળા અર્થાતુ નાજુક શરીરવાળા કીડી વગેરે જીવોનો વિનાશ થાય, અથવા કીડી, મંકોડા આદિ સ્વાભાવિક રીતે ક્રમસર જતાં હોય તે રૂપ તેઓના પ્રબંધગમનનો વિરહ થાય; કેમ કે પ્રમાર્જના કરવાથી તેઓ આડા-અવળા ફેંકાઈ જાય છે અથવા કીડી વગેરે જંતુઓ અનાજના દાણા લઈને જતાં હોય તો પ્રમાર્જના કરવાથી તેના મુખમાંથી અનાજનો દાણો દૂર ફેંકાઈ જવાથી ભોગ્ય એવા અનાજના દાણાનો વિરહ થાય છે. આ રીતે પ્રમાર્જના કરવાથી અન્ય જીવોને કિલામણા થાય છે. વળી, રજોહરણ દ્વારા પ્રમાર્જના કરવાને કારણે ધૂળ ઊડવાથી કીડી વગેરેનાં દરો ધૂળ વડે ઢંકાઈ જાય તો તેઓને જવા-આવવામાં વિપ્ન પડે અથવા કીડી વગેરે જીવો ધૂળના સંસર્ગવાળા થવાથી તેઓને ઉપઘાત થાય છે. આથી દિગંબરો રજોહરણને સંયમયોગોના કારણરૂપે સ્વીકારતા નથી. ૧૩પા અવતરણિકા : एष पूर्वपक्षः, अत्रोत्तरमाह - અવતરણિકાર્ય : આ=ગાથા-૧૩૪-૧૩પમાં બતાવ્યો એ, દિગંબરોના એક ભેદરૂપપૂર્વપક્ષ છે, અહીં તે પૂર્વપક્ષના કથનમાં, ઉત્તરને કહે છેઃગ્રંથકાર જવાબ આપે છે ગાથા : पडिलेहिउँ पमज्जणमुवघाओ कह णु तत्थ होज्जा उ?। अपमज्जिउंच दोसा वच्चादागाढवोसिरणे ॥१३६॥ અન્વયાર્થ : પfહત્વેદિકં=પડિલેહીને પમ =પ્રમાર્જન (કહેવાયેલું) છે, તત્વ=તેમાં વેદ પુeખરેખર કેવી રીતે ૩વધામો=ઉપઘાત દોm૩ થાય જ? અપમન્વયં વૈ=અને અપ્રમાર્જીને વીલાઢવોસિરોકવચ્ચદિવિષયક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy