SearchBrowseAboutContactDonate
Page Preview
Page 219
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૩૩-૧૩૪ સંયમયોગો પ્રત્યે રજોહરણ કારણ છે. માટે સંયમયોગોના કારણમાં સંયમયોગોરૂપ કાર્યનો ઉપચાર કરીને ઓઘાને રજેહરણ' શબ્દથી વાચ્ય કરેલ છે. વળી, બંધાતાં કર્મો રજરૂપ છે; કેમકે કર્મો આત્માને મલિન કરે છે, આથી કર્મ આત્મા ઉપર લાગેલી રજસ્વરૂપ છે. ૧૩૩. અવતરણિકા : પૂર્વગાથામાં કારણમાં કાર્યનો ઉપચાર કરીને ઓઘારૂપ લિંગને રજોહરણરૂપે સ્થાપન કર્યું, ત્યાં ગ્રંથકારને કેટલાકનો મત સ્મરણ થવાથી તે મત બતાવીને તે મતનું નિરાકરણ કરવા અર્થે કહે છે ગાથા : केई भणंति मूढा संजमजोगाण कारणं नेवं । रयहरणं ति पमज्जणमाईहुवघायभावाओ ॥१३४॥ અન્વયાર્થ : પHMUTHવધાવાવાઝો=પ્રમાર્જનાદિથી ઉપઘાતનો ભાવ હોવાને કારણે દરVi=રજોહરણ સંયમનોTT=સંયમયોગોનું IRi=કારણ નેવ=નથી જ, તિ=એ પ્રમાણે વેસ=કેટલાક મૂઢી=મૂઢો મuiતિ= કહે છે. * ‘નેવ' માં “ અલાક્ષણિક છે. ગાથાર્થ : પ્રમાર્જના આદિથી જીવોનો ઉપઘાત થતો હોવાને કારણે રજોહરણ એ સંચમના યોગોનું કારણ નથી જ, એ પ્રમાણે કેટલાક મૂઢો કહે છે. ટીકા : __ केचन भणन्ति मूढाः = दिगम्बरविशेषाः काष्टाः, संयमयोगानाम् - उक्तलक्षणानां कारणं नैव वक्ष्यमाणेन प्रकारेण रजोहरणमिति, यथा न कारणं तथाऽऽह-प्रमार्जनादिभिः = प्रमार्जनेन संसर्जनेन च उपघातभावात् પ્રનિતિ : શરૂ8I ટીકાર્ય : કેટલાક મૂઢોકકાષ્ટરૂપ દિગંબરવિશેષો, કહે છે- રજોહરણ કહેવાયેલ સ્વરૂપવાળા સંયમના યોગોનું કહેવાનાર પ્રકારથી કારણ નથી જ; જે રીતે કારણ નથી તે રીતે કહે છે, પ્રમાર્જનાદિ વડે= પ્રમાર્જનથી અને સંસર્જનથી, પ્રાણીઓનો ઉપઘાત થતો હોવાથી રજોહરણ સંયમયોગોનું કારણ નથી, એમ અન્વય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy