SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૩૩ ૧૯૧ અવતરણિતાર્થ : પૂર્વગાથામાં કહ્યું કે બાહ્ય રજને અને કારણમાં કાર્યના ઉપચાર દ્વારા અત્યંતર રજને દૂર કરનાર હોવાથી રજોહરણ કહેવાય છે, એને જ પ્રગટ કરે છેગાથા : संजमजोगा एत्थं रयहरणा तेसि कारणं जेणं। रयहरणं उवयारो भण्णइ तेणं रओ कम्मं ॥१३३॥ અન્વયાર્થ : =અહીં=બાહ્ય અને અત્યંતર રજને દૂર કરનાર હોવાથી રજોહરણ કહેવાય છે એ પ્રકારના કથનમાં, સંગમનો સંયમના યોગો રયદર =રજને હરનારા છે. નેui=જે કારણથી સિવારdi=તેઓનું=સંયમના યોગોનું, કારણ ચેહર =રજો હરણ છે, તેeતે કારણથી ૩વયારો =ઉપચાર છે – “રજો હરણ એ પ્રકારનો વ્યવહાર છે. તેમાં રજનું સ્વરૂપ બતાવે છે.) * રમો કર્મ રજ મારૂં=કહેવાય છે. ગાથાર્થ : બાહ્ય અને અત્યંતર રજને દૂર કરનાર હોવાથી રજોહરણ કહેવાય છે, એ કથનમાં સંચમના રોગો રજને હરનારા છે. જે કારણથી સંચમયોગોનું કારણ રજોહરણ છે, તે કારણથી “રજોહરણ” એ પ્રકારનો વ્યવહાર થાય છે. તેમાં રજનું સ્વરૂપ બતાવતાં કહે છે કે બંધાતાં એવાં કર્મ એ રજ કહેવાય છે. ટીકા : ___ संयमयोगा: = प्रत्युपेक्षितप्रमृष्टभूभागस्थानादिव्यापाराः अत्र अधिकारे रजोहरणा: बध्यमानकर्महरा इत्यर्थः, तेषां = संयमयोगानां कारणं येन कारणेन रजोहरणमित्युपचारः तेन हेतुनेति, रजःस्वरूपमाह- भण्यते रजः कर्म बध्यमानकमिति गाथार्थः ॥१३३॥ ટીકાર્ય : આ અધિકારમાં સંયમના યોગો=પ્રત્યુપેક્ષાયેલ અને પ્રમાર્જાયેલ એવી ભૂમિના ભાગમાં સ્થાનાદિના વ્યાપારો, રજને હરનારા છેઃબંધાતા કર્મોનું હરણ કરનારા છે; જે કારણથી તેઓનું=સંયમયોગોનું, રજોહરણ કારણ છે, તે હેતુથી “રજોહરણ” એ પ્રકારે ઉપચાર છે=વ્યવહાર છે. રજના સ્વરૂપને કહે છેબંધાતું એવું કર્મ જ કહેવાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પ્રત્યુપેક્ષણા કરાયેલ અને પ્રમાર્જના કરાયેલ એવા ભૂમિભાગમાં સ્થાન, ઊર્ણ, અર્થ અને આલંબનરૂપ ચારિત્રાચારની ક્રિયાઓના વ્યાપાર કરવા એ સંયમના યોગો છે, અને આ સંયમના યોગો બંધાતી કર્મરૂપી રજને હરનારા છે; અને ભાવરજના હરણના અધિકારમાં ભાવરજ હરણ થવાનું કારણ સંયમના યોગો છે, પરંતુ બાહ્ય એવું રજોહરણ નહીં; છતાં સંયમયોગોમાં પ્રવૃત્તિ કરતી વખતે પ્રમાર્જના કરવા માટે રજોહરણ આવશ્યક છે, તેથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy