________________
૧૯૦
પ્રવજ્યાવિધાનવક , “કથ' દ્વાર | ગાથા ૧૩૨
અન્વયાર્થ :
i=જે કારણે નવા જીવોની વનમંતરં ઘ=બાહ્ય અને અત્યંતરયંકરજને હરે છે, તેv= તે કારણે વરVImોવાર =કારણમાં કાર્યના ઉપચારથી રદિપાંકરજોહરણ તિ=એ પ્રમાણે પqવ્ય$ કહેવાય છે. ગાથાર્થ :
જે કારણે જીવોની બાહ્ય અને અત્યંતર ધૂળનું હરણ કરે છે, તે કારણે કારણમાં કાર્યના ઉપચારથી રજોહરણ એ પ્રમાણે કહેવાય છે. ટીકા : ___ हरति = अपनयति रजो जीवानां बाह्यं - पृथिवीरजःप्रभृति अभ्यन्तरं च बध्यमानकर्मरूपं यद् = यस्मात्, तेन कारणेन रजोहरणमिति प्रोच्यते, रजो हरतीति रजोहरणम्, अभ्यन्तररजोहरणमाशङ्क्याह- कारणे कार्योपचारात्, संयमयोगो रजोहरस्तत्कारणं चेदमिति गाथार्थः ॥१३२॥ ટીકાર્ય
જે કારણે જીવોની પૃથ્વીરજ વગેરે બાહ્ય રજ અને બંધાતા એવા કર્મરૂપ અત્યંતર રજને હરે છે-દૂર કરે છે, તે કારણે “રજોહરણ” એ પ્રમાણે કહેવાય છે. હવે રોહર શબ્દની વ્યુત્પત્તિ કરે છે- રજને હરે છે એ રજોહરણ;
અત્યંતર રજોહરણને આશંકીને કહે છે, અર્થાત્ રજોહરણ અત્યંતર રજનું કેવી રીતે હરણ કરે છે? એ પ્રકારની શંકા કરીને તેનું નિરાકરણ કરતાં ગ્રંથકાર કહે છે
કારણમાં કાર્યના ઉપચારથી, રજોહરણ અત્યંતર રજનું હરણ કરે છે, એમ કહેલ છે. અને તે કારણમાં કાર્યનો ઉપચાર સ્પષ્ટ કરે છે- સંયમયોગ અત્યંતર રજને હરનાર છે અને તેનું સંયમયોગનું, કારણ આ છે=રજોહરણ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. વિશેષાર્થ :
રજોહરણથી જીવ સંયમને અનુકૂળ સમ્યગ્યતના કરી શકે છે અને સમ્યગ્યતનાની ક્રિયાથી જીવમાં જયણાનો પરિણામ પ્રગટે છે, જે સંયમયોગરૂપ છે; અને તે પરિણામથી કર્મરૂપી રજનો નાશ થાય છે. આમ રજોહરણરૂપ કારણમાં કર્મરૂપી રજનું હરણ કરનાર એવા સંયમયોગરૂપ કાર્યનો ઉપચાર કરીને અત્યંતર એવી કર્મરૂપ રજના નાશનું કારણ રજોહરણ છે, એમ કહેલ છે. II૧૩૨ અવતરણિકા :
एतदेव प्रकटयति
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org