________________
૧૮૬
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ” દ્વાર | ગાથા ૧૨૮
ગાથા :
खलियमिलियवाइद्धं हीणं अच्चक्खराइदोसजुअं। वंदंताणं नेआऽसामायारि त्ति सुत्ताणा ॥१२८॥ दारं ॥
* ‘ટાર' શબ્દ ચૈત્યવંદનદ્વારની સમાપ્તિ અર્થે છે.
અન્વયાર્થ :
નિયમિનિયવીરૂદ્ધનમ્નલિત, મિલિત, વ્યાવિદ્ધ, ફ્રીf=હીન, અવ્યવસ્થરફિલોસનુમં=અત્યક્ષરાદિ દોષોથી યુક્ત વંવંતાપ વંદન કરતા એવાઓની સામાયાર=અસામાચારી ને=જાણવી, ત્તિ એ પ્રકારની સુત્તા=સૂત્રની આજ્ઞા છે. ગાથાર્થ :
ખલિત, મિલિત, વ્યાવિદ્ધ, હીનાક્ષર, અત્યક્ષર આદિ દોષોથી યુક્ત સૂત્ર બોલવા દ્વારા વંદન કરતા એવા સાધુઓની અસામાચારી જાણવી, એ પ્રકારનો આગમનો અર્થ છે. ટીકા :
स्खलितम् उपलाकुलायां भूमौ लाङ्गलवत्, मिलितंविसदृशधान्यमेलकवत्, व्याविद्धं विपर्यस्तरत्नमालावत्, हीनं = न्यून, अत्यक्षरादिदोषयुक्तमिति अत्यक्षरम् = अधिकाक्षरं आदिशब्दादप्रतिपूर्णादिग्रहः, इत्थं वन्दमानानां ज्ञेया असामाचारी = अस्थितिः, इति सूत्राज्ञा = आगमार्थ एवंभूत इति गाथार्थः ॥१२८॥ ટીકાર્ય :
ઉપલથી આકુલ=પથ્થરોથી વ્યાપ્ત, એવી ભૂમિમાં લાંગલની જેમ હળની જેમ, અલિત; વિસદશ એવા ધાન્યોના મેળાની જેમ મિલિત; વિપર્યસ્ત એવીરત્નની માળાની જેમ વ્યાવિદ્ધ; હીન=ન્યૂન, અત્યક્ષરાદિ દોષોથી યુક્ત; અત્યક્ષર એટલે અધિક અક્ષર, સાદ્રિ શબ્દથી અપ્રતિપૂર્ણાદિનો ગ્રહ છે=સંગ્રહ છે.
આ પ્રકારે વંદતા એવાઓની=આ અલિતાદિ દોષોવાનું સૂત્ર બોલવા દ્વારા ચૈત્યવંદન કરતા સાધુઓની, અસામાચારી-અસ્થિતિ અમર્યાદા, જાણવી. એ પ્રકારની સૂત્રાજ્ઞા છે=આવા પ્રકારનો આગમનો અર્થ છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
(૧) જેમ પથરાઓવાળી ભૂમિમાં હળ ચલાવતાં ખચકાય, તેમ ખચકાતાં ખચકાતાં સૂત્રો બોલવાં, તે અલિતદોષ છે.
(૨) જેમ જુદી જુદી જાતના ધાન્યના કણો ભેગા થઈ જાય, તેમ ઉતાવળથી ભિન્ન-ભિન્ન પદો એકી સાથે બોલાય અર્થાત સંપદા પ્રમાણે બોલવાને બદલે એક સંપદાનો શબ્દ અન્ય સંપદા સાથે જોડાઈ જાય તે રીતે બોલવું, તેમિલિતદોષ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org