________________
૧૮૧
પ્રવજ્યાવિધાનવસ્તુક ! “કથ' દ્વાર | ગાથા ૧૨૩ નોંધ :
ટીકામાં પ્રતિક્રમifથશાલીત્યર્થ છે, તેને સ્થાને મહિના પ્રતિક્રમર્યાપથવિપરિપૂર હોય તેમ ભાસે છે; કેમ કે સામયિલિસૂત્ર નો અર્થ પ્રતિક્રમણ, ઇરિયાવહિયાદિ થઇ શકે નહીં, પરંતુ “સામાયિાતિસૂત્ર'માં માપદથી પ્રતિક્રમણ, ઇરિયાવહિયા વગેરે સૂત્રનો પરિગ્રહ કરી શકાય.
ટીકાર્થ :
પાત્રને જાણીને= યોગ્ય એવા પ્રવ્રજ્યાભિમુખજીવને જાણીને, સામાયિકાદિસૂત્ર યોગ્ય હોય તેને = તેસૂત્રને, વિશિષ્ટનક્ષત્રાદિથીયુક્ત એવા શોભન દિનેચૈત્યવંદન, નવકારના પાઠનપુરરસર = બોલાવવાપૂર્વક, વગેરે વિધિથી આલાપકવડે સુવિશુદ્ધ સ્પષ્ટ, આપે; પરંતુ પહેલુંજપટ્ટિકામાં = પાટીમાં, લખવા દ્વારા નહિ; અનેવ્યત્યયથી નહીં, અર્થાત્ પાત્ર જીવ જેસૂત્રને યોગ્ય ધ્યેયતસૂત્ર તેને આપે, પણવિપરીત ક્રમથી આપે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - દીક્ષા લેવા માટે તૈયાર થયેલા પાત્ર જીવને વિશિષ્ટ નક્ષત્રાદિથી યુક્ત શુભ દિવસે સૂત્રનું પ્રદાન કરવું જોઇએ, અને તે સૂત્ર આપતાં પહેલાં ચૈત્યવંદન, નવકારનો પાઠ વગેરે વિધિ તેની પાસે કરાવવી જોઇએ, જેથી ઉત્તમ ભાવો દ્વારા દીક્ષાર્થીનું ચિત્ત વાસિત બને અને ચિત્ત ઉત્તમ ભાવોથી વાસિત બનવાને કારણે સાધુસામાચારીનાં સૂત્ર દીક્ષાર્થીમાં સમ્યફ પરિણમન પામે.
આ રીતે ચૈત્યવંદન, નવકાર બોલાવવા વગેરેની વિધિ કર્યા પછી ગુરુ સામાયિકાદિ સૂત્રને સુવિશુદ્ધ ઉચ્ચારણપૂર્વક આલાપકથી આપે, પરંતુ “ચોપડીમાંથી જોઈને તું જાતે જ ભણી લે” એમ પ્રથમ જ ન કહે, અને ગુરુના મુખેથી સૂત્ર ગ્રહણ કર્યા પછી તે દીક્ષાર્થી ચોપડીમાંથી ગોખીને તે સૂત્રોને સ્થિર કરે.
વળી, તે સૂત્ર ગુરુ સુવિશુદ્ધ ઉચ્ચારપૂર્વક બોલે અને દીક્ષાર્થી પાસે પણ તે રીતે સ્પષ્ટ ઉચ્ચારણપૂર્વક બોલાવે. વળી બધા જીવોના ક્ષયોપશમ, મૃતિ, શુદ્ધ ઉચ્ચારણની શક્તિ પણ સમાન હોતી નથી, માટે દીક્ષાર્થીની શક્તિનો વિચાર કરીને તેને માટે જે સૂત્ર યોગ્ય હોય તે સૂત્ર ગુરુ તેને આપે. અર્થાત્ પ્રથમ ભૂમિકામાં આ વ્યક્તિ અમુક સૂત્ર શુદ્ધ ઉચ્ચારપૂર્વક નહિ ભણી શકે તેમ ગુરુને જણાય, તો તે સૂત્રને છોડીને તેને યોગ્ય અન્ય સરળ સૂત્ર ભણાવે, અને જયારે અભ્યાસના ક્રમથી જોડાક્ષરવાળા શ્લોકો પણ યથાર્થ બોલી શકે તેવો ક્ષયોપશમ તેનામાં પ્રગટે ત્યારે તેને જોડાક્ષરવાળાં સૂત્ર ભણાવે, પરંતુ વ્યત્યયથી ન ભણાવે. એટલે કે ગુરુ શાસ્ત્રમાં બતાવેલ ક્રમથી જ તેને સૂત્ર આપે તો તે સૂત્ર ભણવાનો તેનો ક્ષયોપશમ ન હોવાથી તે દીક્ષાર્થી અશુદ્ધ સૂત્ર ગોખીને અશુદ્ધ બોલતો થઈ જાય. માટે તેની શક્તિના ક્રમથી વિપરીત સૂત્ર ન આપે,પરંતુ તેની શક્તિ પ્રમાણે ક્રમ સાચવીને આપે.
વળી, કોઇ પટ્પ્રજ્ઞાવાળો દીક્ષાર્થી સૂત્રના ઉચ્ચાર સુવિશુદ્ધ બોલી શકતો હોય અને જોડાક્ષરો પણ યથાર્થ બોલી શકતો હોય, તો તેને શાસ્ત્રના ક્રમથી સૂત્ર આપે અને સાથે સાથે તેની શક્તિને અનુરૂપ સૂત્રના સામાન્ય અર્થો પણ સમજાવે, જેથી ક્રિયાકાળમાં તે વિશેષ ભાવો કરી શકે. I૧૨૩ અવતરણિકા :
उक्तं सूत्रदानं,शेषविधिमाह
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org