________________
૧૮૦
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૨૨-૧૨૩ સુધી પરીક્ષા કરવાથી કોઈ દીક્ષાર્થી અયતનાની પ્રકૃતિવાળો હોય તો પણ ખ્યાલ આવી જાય; કેમ કે કોઇ પણ વ્યક્તિ થોડા દિવસ બરાબર સંયમને યોગ્ય યતનાઓ પાળી શકે છે, પરંતુ ધીરેધીરે પોતાની મૂળ પ્રકૃતિ પ્રમાણે અયતનામાં પ્રયત્નવાળો બને છે. તેથી સંયમની સર્વપ્રવૃત્તિઓમાં છ મહિના સુધી દીક્ષાર્થીનું ધૈર્ય જણાય તો તેની દીક્ષા માટેની યોગ્યતા નક્કી કરી શકાય.
વળી, ક્ષયોપશમની અલ્પતાને કારણે ક્યારેક દીક્ષાર્થી આરાધક હોવા છતાં તે પ્રકારનાયતનાના પરિણામને શીઘ પકડી શકે તેવો ન હોય, તો તેને છ મહિના કરતાં અધિક કાળ પણ સાથે રાખીને ગુરુ તેની સમ્યફ પરીક્ષા કરે, અને દીર્ઘ કાળ સાથે રાખ્યા પછી પણ જો તે દીક્ષાનો અર્થી યતનાપરાયણ ન દેખાય તો તેને દીક્ષા ન આપે; અને વળી કોઇક જીવ અસિલાયકાતવાળો હોય તો તેની યોગ્યતાવિશેષ જોઈને છ મહિના કરતાં અલ્પ કાળમાં પણ ગીતાર્થ મહાત્મા તેને દીક્ષા આપે. ૧રરા અવતરણિકા :
परीक्षेति व्याख्यातं, साम्प्रतं सामायिकादिसूत्रमाहઅવતરણિતાર્થ :
વીવા' દ્વારના તૃતીય અવયવરૂપ પરીક્ષા દ્વારનું વ્યાખ્યાન કરાયું. હવે સંયમને યોગ્ય એવા સામાયિકાદિ સૂત્રો દીક્ષાર્થીને આપવાનાં છે, તેથી સામાયિકાદિ સૂત્રને કહે છે
ગાથા :
सोभणदिणंमि विहिणा दिज्जा आलावगेण सुविसुद्धं ।
सामाइआइसुत्तं पत्तं नाऊण जं जोग्गं ॥१२३॥ અન્વયાર્થ :
પનામ=પાત્રને જાણીને નોf=જે યોગ્ય છે, (ત) સીમાફિયુત્ત=સામાયિકાદિ સૂત્રને સમgિifમ =શોભન દિનમાં, વિદિપ=વિધિપૂર્વક, મનાવો=આલાપકથી વિશુદ્ધ સુવિશુદ્ધ સ્પષ્ટ, વિજ્ઞ= આપવાં જોઈએ.
ગાથાર્થ :
દીક્ષાર્થીને પાત્ર જાણીને જે સૂત્ર યોગ્ય હોય તે સામાયિકાદિ સૂત્રને શોભન દિવસમાં, વિધિપૂર્વક, આલાપકથી સ્પષ્ટ આપવાં જોઇએ.
ટીકા :
___ शोभनदिने-विशिष्टनक्षत्रादियुक्ते विधिना-चैत्यवन्दननमस्कारपाठनपुरस्सरादिना दद्यात् आलापकेन, न तु प्रथमेव पट्टिकालिखनेन, सुविशुद्ध स्पष्टं सामायिकादिसूत्रं ( ? आदिना प्रतिक्रमणेर्यापथिकादिपरिग्रहः) प्रतिक्रमणेर्यापथिकादीत्यर्थः, पात्रं ज्ञात्वा यद्योग्यं तद् दद्यात्, न व्यत्ययेनेति गाथार्थः ॥१२३॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org