SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ દ્વાર | ગાથા ૧૨૨ ૧૦૯ ટીકા : अभ्युपगतमपि सन्तं पुनः परीक्षेत प्रवचनविधिना-स्वचर्याप्रदर्शनादिना, कियन्तं कालं यावदित्याहषण्मासं यावदासाद्य वा पात्रमद्धायाः अल्पबहुत्वम्, अद्धा = कालः, सपरिणामके पात्रविशेषे अल्पतर इतरस्मिन् बहुतरोऽपीति गाथार्थः ॥१२२॥ *“મમ્યુતિમપિ' માં 'મપિ' થી એ કહેવું છે કે સાધુક્રિયાની કથા સાંભળીને દીક્ષા લેવા માટે અનન્યુપગતની તો પરીક્ષા કરવાની નથી, પરંતુ દીક્ષા લેવા માટે અભ્યાગતની પણ પરીક્ષા કરવાની છે. ટીકાર્ય : વળી અભ્યાગત પણ છતાને = દીક્ષા લેવા માટે સન્મુખ આવેલા દીક્ષાર્થીને પણ, સ્વની ચર્યાના પ્રદર્શનાદિરૂપ = પોતાની આચરણાઓ દેખાડવા વગેરે રૂપ, પ્રવચનની વિધિ વડે પરીલે = ગુરુ પરીક્ષા કરે. પરીક્ષા કેટલા કાળ સુધી કરે? એથી કહેછે-છ માસ સુધી પરીક્ષા કરે, અથવા પાત્રને પામીને = તે જીવને દીક્ષા માટે યોગ્ય જાણીને, અદ્ધાનું અલ્પબહુપણું છે. અદ્ધા એટલે કાલ. તે અલ્પબદુત્વ સ્પષ્ટ કરે છે- સપરિણામક પાત્રવિશેષ હોતે છતે=પરિણતિવાળા વિશેષ પાત્ર હોય તો, અલ્પતર–છ માસથી ઓછો કાળ, અને ઈતર હોતે છ7=પરિણતિવાળા વિશેષ પાત્ર ન હોય તો, બહુતર કાળ પણ થાય છે અર્થાત્ છ મહિનાથી અધિક કાળ પણ તેની ગુરુપરીક્ષા કરે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : દીક્ષા લેનાર વ્યક્તિને કથા દ્વારમાં બતાવ્યું એ પ્રમાણે દીક્ષાની દુરનુચરતા આદિ વાતો કરવા છતાં તે દીક્ષા લેવા માટે તૈયાર થાય, તો છ મહિના સુધી પોતાની ચર્ચા બતાવવા દ્વારા ગુરુએ શાસ્ત્રોક્ત વિધિથી તેની પરીક્ષા કરવી જોઇએ, એ પ્રકારનો સામાન્ય નિયમ છે. અને તે પરીક્ષા આ પ્રમાણે છે – દીક્ષાર્થીને રોજ સાધુસામાચારી અને સાધુસામાચારીમાં અપેક્ષિત યતનાઓ કેવી રીતે પાળવાની હોય? તે કહે, અને તે સાંભળીને જો તેને સંયમજીવન પ્રત્યે આદર થતો હોય અથવા તે પ્રકારે યાતનાઓ પાળવાનો તેનામાં અત્યંત ઉત્સાહ દેખાતો હોય અને સાધુ સાથે રહીને તે શક્ય યતનાઓ પાળતો હોય, તો તે દીક્ષાનો અર્થી સાધુજીવન માટે યોગ્ય છે, તેમ નક્કી થઈ શકે. પરંતુ જો તે સાધુસામાચારી સાંભળતો હોય અને તે પ્રમાણે પાલન કરતો હોય, તોપણ તેને તેવા પ્રકારની યાતનાઓ પાળવાની મનોવૃત્તિ થતી હોય તેમ ન દેખાતું હોય, અથવા તે પ્રમાણે સાંભળીને ક્ષણભર કરવાની ઇચ્છા હોવા છતાં પ્રકૃતિની ચંચળતાને કારણે તે પ્રકારની યાતનાઓ કરવા માટે પોતાના જીવનમાં સમ્યગ્યત્ન ન કરતો હોય, તો તે પ્રવ્રયા માટે અયોગ્ય છે, તેમ નક્કી થાય. તેથી તેવા જીવને પ્રવ્રજ્યા આપી શકાય નહિ. વળી, આ પરીક્ષાની વિધિ માત્ર બે-ચાર દિવસ કરવાની નથી, પરંતુ સામાન્ય રીતે છ મહિના સુધી કરવાની છે, જેથી ખ્યાલ આવે કે કેટલા કાળ સુધી તે ધીરતાપૂર્વક સમ્યગ્યતન માટે સાધુ સાથે રહીને પ્રયત્ન કરી શકે છે; અને જો છ માસ સુધી પરીક્ષા કરવામાં ન આવે તો દીક્ષા લેવાના ઉત્સાહથી કોઈ વ્યક્તિ પાંચ-પંદર દિવસ બાહ્ય યતનાઓ પણ કરી લે, પરંતુ એટલામાત્રથી તેની દીક્ષા માટેની યોગ્યતા નક્કી ન કરી શકાય; જ્યારે છ મહિના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy