SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૨૦ થી ૧૨૨ આ જ રીતે કર્મરૂપ વ્યાધિના ક્ષય માટે ગ્રહણ કરેલ પ્રવ્રયા આત્માના ભાવરોગને મટાડવાની ક્રિયારૂપ છે, તોપણ જે સાધુ પ્રવ્રજયા ગ્રહણ કરવા છતાં પ્રવ્રજયાના આચારથી વિરુદ્ધ આચારના સેવનરૂપ અપથ્યને સેવતા હોય, તો સંયમ ગ્રહણ કર્યા પછી પણ તે સાધુ અધિક કર્મો ઉપાર્જે છે; કેમ કે ભગવાનની આજ્ઞાને વિલોપવાથી સંયમકાળમાં જ તે સાધુનો ક્રૂર આશય વર્તે છે. વિશેષાર્થ : પ્રવ્રજ્યા ગ્રહણ કર્યા પછી બાહ્ય આચરણાત્મક ક્રિયાઓ ભગવાનના વચનના સ્મરણપૂર્વક, ઉચિત કાળે અને ઉચિત રીતે સેવવાની છે; અને જે સાધુ તે રીતે સેવતા નથી તે સાધુને ભગવાનના વચન પ્રત્યે અનાદરભાવ છે તે જ તેમનો ક્રૂર આશય છે. તેથી કદાચ તે સાધુ મનસ્વી ભાવથી તપાદિમાં યત્ન કરતા હોય તોપણ દીર્ઘ સંસારનું અર્જન કરે છે. જેમ કે વજાચાર્યના ૪૯૯ શિષ્યોએ તીર્થયાત્રાના આશયથી ગુણવાન એવા ગુરુની આજ્ઞાનો લોપ કરીને તીર્થયાત્રારૂપ કૃત્ય કર્યું હતું, તોપણ તેઓએ અનંત સંસારનું પરિભ્રમણ પ્રાપ્ત કર્યું. આમ, ગાથા-૧૧૮ થી ૧૨૧નું સર્વકથન દીક્ષા લેવા માટે તત્પર થયેલ મુમુક્ષુ આગળ ગુરુએ કરવું જોઈએ. ૧૨૦/૧૨૧il અવતરણિકા : कथेति व्याख्याता, परीक्षामाहઅવતરણિતાર્થ : વાથદ્વા' દ્વારના દ્વિતીય અવયવરૂપ કથા દ્વારનું ગાથા -૧૧૮ થી ૧૨૧ માં વ્યાખ્યાન કરાયું. તે સર્વ કથન સાંભળ્યા પછી પણ દીક્ષાર્થી સંયમ લેવા માટે તત્પર છે તેવું જણાય, તો સંયમની યોગ્યતાવિષયક તેની પરીક્ષા કરવી જોઇએ. તેથી પરીક્ષા દ્વારને કહે છેગાથા : अब्भुवगयं पि संतं पुणो परिक्खिज्ज पवयणविहीए। छम्मासं जाऽऽसज्ज व पत्तं अद्धाए अप्पबहुं ॥१२२॥ અન્વયાર્થ : મુવીર્થ પિ પુણો વળી (દીક્ષા લેવા માટે) અભ્યપગત પણ છતાને છપ્પાજં ન–છ મહિના સુધી પથવિહીપ-પ્રવચનની વિધિથી પવિM=પરી=પરીક્ષા કરે, વ=અથવા પત્ત પાત્રને=યોગ્યને, =પ્રાપ્ત કરીને=જાણીને, વા=અદ્ધાનું=કાળનું, મMવહું અલ્પબદુત્વ છે. ગાથાર્થ : વળી દીક્ષા લેવા માટે તત્પર થયેલા એવા પણ દીક્ષાર્થીની છ મહિના સુધી પ્રવચનમાં કહેલ વિધિથી ગુરુ પરીક્ષા કરે, અથવા દીક્ષાર્થીને દીક્ષા માટે યોગ્ય જાણીને કાળનું અલ્પત્વ કે બહુત્વ કરવું. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy