________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કર્થ' દ્વાર | ગાથા ૧૨૧
૧૦૦
ગાથા :
एमेव भावकिरिअंपवज्जिउं कम्मवाहिखयहेऊ।
पच्छा अपत्थसेवी अहियं कम्मं समज्जिणइ ॥१२१॥ અન્વયાર્થ :
મેવ = એવી રીતે જ મૂવાહિયે = કર્મરૂપી વ્યાધિના ક્ષયના હેતુથી ભાવવિશ્વચિં = ભાવક્રિયાને પર્વવું = સ્વીકારીને પછી = પાછળથી પત્થવ = અપથ્યને સેવનારો દિ વર્મા = અધિક કર્મને સમન્નિડું = અર્જન કરે છે.
ગાથાર્થ :
એવી રીતે જ કર્મવ્યાધિના ક્ષય માટે ભાવક્રિયાને સ્વીકારીને પાછળથી અપથ્યનું સેવન કરનાર સાધુ અધિક કર્મનું અર્જન કરે છે. ટીકા : ___ एवमेव भावक्रियां-प्रव्रज्यां ( ? प्रतिपद्य) प्रतिपत्तुं, किमर्थमित्याह-कर्मव्याधिक्षयहेतोः, पश्चादपथ्यसेवी =प्रव्रज्याविरुद्धकारी अधिकं कर्म समर्जयति, भगवदाज्ञाविलोपनेन क्रूराशयत्वादिति गाथार्थः ॥१२१॥ નોંધ :
પ્રતિપનું ને સ્થાને પ્રતિપદ હોય તેવું લાગે છે. ટીકાર્ય :
એ રીતે જ પ્રવજ્યારૂપ ભાવક્રિયાને સ્વીકારીને, શા માટે? એથી કહે છે-કર્મરૂપી વ્યાધિના ક્ષયના હેતુથી, ભાવક્રિયાને સ્વીકારીને પાછળથી અપથ્યને સેવનારો=પ્રવ્રજ્યાની વિરુદ્ધને કરનારો, અધિક કર્મને અર્જન કરે છે એકઠાં કરે છે; કેમ કે ભગવાનની આજ્ઞાનાવિલોપન દ્વારા પ્રવ્રયાની વિરુદ્ધ કરનાર સાધુનું ક્રૂરઆશયપણું છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
કુષ્ઠાદિ રોગો અતિ ત્રાસ ઉત્પાદક હોય છે અને તે રોગથી કંટાળેલો રોગી તે રોગની ચિકિત્સા કરવા માટે તૈયાર થાય ત્યારે, સુવૈદ્ય આ રોગની ચિકિત્સા કરવી કેટલી મુશ્કેલ છે અને આ ચિકિત્સામાં અપથ્યનું વર્જન કેટલું આવશ્યક છે, તે સઘળું ચિકિત્સા કરાવનાર રોગીને યથાર્થ બતાવે છે; છતાં વ્યાધિથી ત્રસ્ત થયેલ રોગી ચિકિત્સા સ્વીકારે અને ચિકિત્સા કરાવતી વખતે સુધા, તૃષાદિ સહન ન થવાથી મનસ્વી રીતે આહાર-પાણી આદિ કરે, તો વ્યાધિથી પીડિત એવો જે અન્ય રોગી ચિકિત્સા સ્વીકારતો નથી, તેના કરતાં પણ આ ચિકિત્સા સ્વીકારનાર રોગીનો રોગ અધિક થાય છે અને તે શીધ્ર મરણરૂપ વિનાશને પામે છે; કેમ કે ઔષધના સેવનકાળમાં અપથ્યના સેવનથી વ્યાધિની અતિવૃદ્ધિ થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org