________________
૧૦૫
પ્રવજ્યાવિધાનવસ્તુક | કર્થ' દ્વાર | ગાથા ૧૧૮-૧૧૯ __यथैव तु मोक्षफला भवतीति योगः आज्ञा आराधिता=अखण्डिता सती जिनेन्द्राणां सम्बन्धिनीति, संसारदुःखफलदा तथैव च विराधिता खण्डिता भवतीति गाथार्थः ॥ ११९॥ ટીકાર્ય
કાયર પુરુષોને = ક્ષુદ્ર સત્ત્વોને, દુરનુચર એવી સાધુની ક્રિયાને કહે અને તે રીતે આરંભથી નિવૃત્તોના આભવ-પરભવસંબંધી પ્રશસ્તસુખ અને દેવલોકમાં ગમનાદિ શુભવિપાકોને કહે. એ પ્રમાણે ગાથાર્થ છે.
વળી, આરાધાયેલી = નહીં ખંડાયેલી છતી, જિનેન્દ્રોના સંબંધવાળી આજ્ઞા જે રીતે જ મોક્ષના ફળવાળી થાય છે, તે રીતે જ વિરાધાયેલી = ખંડાયેલી, આજ્ઞા સંસારરૂપ દુઃખના ફળને દેનારી થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. *‘પ્રશસ્ત સુખ’ એટલે આ લોકમાં આરંભની નિવૃત્તિથી પ્રગટ થતું ઉત્તમ એવું ચિત્તનું સુખ. ભાવાર્થ :
દીક્ષા લેવાને અભિમુખ થયેલા જીવને પ્રશ્નો પૂછવા દ્વારા ગુરુએ પ્રથમ તેની દીક્ષાની યોગ્યતાનો નિર્ણય કરવાનો છે. ત્યારપછી સંયમજીવનદુષ્કર છે, અલ્પ સત્ત્વવાળા જીવોને દીક્ષા પાળવી કઠિન છે, અને કાયરપુરુષો કોણ છે? તે સર્વ વાત દીક્ષાને અભિમુખ થયેલા જીવને તેના ક્ષયોપશમ પ્રમાણે ઉચિત બોધ થાય તે રીતે કહેવી જોઈએ, જેથી દીક્ષા લેનાર વ્યક્તિ પોતાની શક્તિ વિચારીને નિર્ણય કરી શકે કે ખરેખર જે સત્ત્વથી હું દીક્ષા લેવા તૈયાર થયો છું તે સત્ત્વથી હું દીક્ષા પાળી શકીશ કે નહીં? ત્યારપછી સુસાધુઓ કેવી રીતે જીવે છે, તેનું ગુરુએ પ્રવ્રજયાભિમુખ વ્યક્તિ પાસે વિસ્તારથી વર્ણન કરવાનું છે, જેથી ઉત્તમ પુરુષોની શ્રેષ્ઠ આચરણાનું તેને જ્ઞાન થાય અને તે શ્રેષ્ઠ આચરણા માટે પોતે સંપન્ન છે કે નહીં? તેનું પણ તેને જ્ઞાન થાય.
વળી, સંયમજીવન સર્વથા નિરારંભરૂપ છે, તેથી આરંભથી નિવૃત્ત થયેલા જીવોને આભવમાં પણ આરંભની પ્રવૃત્તિથી થતા ક્લેશો પ્રાપ્ત થતા નથી અને પરભવમાં પણ દેવલોકાદિ સુગતિની પ્રાપ્તિ થાય છે, ઇત્યાદિ કથન સાધુ પ્રવ્રજયાભિમુખ જીવ પાસે કરે, જેથી દુષ્કર એવા પણ સંયમજીવનના ઉત્તમ ફળને સાંભળીને તે પ્રવ્રયા લેવા માટે પ્રોત્સાહિત થાય.
વળી, દીક્ષાર્થીને એ પણ કહેવું જોઇએ કે ભગવાનની આજ્ઞા મુજબ કરાયેલી આરાધના મોક્ષના ફળવાળી છે અને ભગવાનની આજ્ઞાના ખંડનરૂપ વિરાધના સંસારના પરિભ્રમણરૂપ દુઃખના ફળને આપનારી છે. આ પ્રમાણે કઠોર સંયમજીવનની ચર્યા સાંભળીને દીક્ષાર્થીનું મન થોડું પણ ઢીલું થાય તો, સંયમપ્રહણને અનુરૂપ ભૂમિકા ન પ્રાપ્ત થાય ત્યાં સુધી પ્રવ્રજયાને અભિમુખ થયેલ જીવને પણ દીક્ષા ન આપવી; અને તેનામાં ફરીથી શક્તિનો સંચય થાય તો તેને દીક્ષા આપી શકાય, જેથી તે સંયમની વિશેષ આરાધના કરી શકે.
આમ, ઉપરમાં વર્ણવેલ ઉપદેશ પ્રવ્રજયાભિમુખ જીવને આપ્યા પછી તે જીવ શક્તિ ન હોય તો પ્રવ્રયાગ્રહણમાં વિલંબ કરે અથવા પ્રવ્રજયા ન લે, તોપણ ઉપદેશ આપનાર ગુરુને કોઈ દોષ નથી. ૧૧૮| ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org