SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કથં' દ્વાર / ગાથા ૧૧૫-૧૧૬ ૧૧ કરવાની છે, જેનું વર્ણન પ્રશ્ન દ્વારથી આગળમાં કરાશે. ત્યારપછી દીક્ષાર્થી યોગ્ય જણાય તો તેને સાધુના આચારો બતાવવામાં આવે, જેથી તે આચારોનું વર્ણન સાંભળીને સંયમજીવનના આચારો પ્રત્યે તેનું કેવું વલણ છે ? તેનો નિર્ણય થઇ શકે. જો તે આચારો સાંભળીને તેને સંયમજીવન કઠિન લાગે અથવા તેનામાં સત્ત્વ ન હોય તો તેનો પ્રવ્રજ્યાનો પરિણામ શિથિલ પણ થાય, તો તે દીક્ષા ગ્રહણ કરવા માટે યોગ્ય નથી. તેથી જો તેનો નિર્ણય કર્યા વગર ગુરુ તેને દીક્ષા આપે તો દીક્ષા લીધા બાદ વ્રતના પાલનમાં તે અસમર્થ બને, તેથી આચારોનું કથન કર્યા પછી પ્રવ્રજ્યાભિમુખ થયેલ જીવને દીક્ષા આપવી જોઇએ. ન વળી, સંયમના આચારો સંભળાવ્યા પછી સાધુ સાથે તે કેવી રીતે રહે છે ? અને સાવદ્યવિષયક યતનાઓ તે કેવી પાળે છે ? તેની પરીક્ષા કરવામાં આવે; જેથી તેની યોગ્યતા વિશેષ રીતે નક્કી થાય. ત્યારપછી તેને સામાયિકાદિ સૂત્ર વિશુદ્ધ આલાપકપૂર્વક ભણાવે અને જ્યારે તે દીક્ષાગ્રહણ કરવા યોગ્ય સૂત્ર ભણી લે, ત્યારે ચૈત્યવંદન વગેરે વિધિપૂર્વક શુદ્ધ ઉચ્ચારણથી સંભ્રમ વગરના ગુરુ તેને પ્રવ્રજ્યા આપે. આ ચૈત્યવંદનાદિ સર્વ વિધિનું ક્રમસર આગળની ગાથાઓમાં વર્ણન કરાશે.।।૧૧૫। અવતરણિકા : अवयवार्थं तु ग्रन्थकार एवाह અવતરણિકાર્ય. પૂર્વગાથામાં ‘વર્જ્ય વા’દ્વારના પાંચ અવયવો બતાવ્યા, તે અવયવોના અર્થને વળી ગ્રંથકાર જ કહે છે ગાથા : અન્વયાર્થ ઃ - धम्मकहादाक्खित्तं पव्वज्जाअभिमुहं ति पुच्छिज्जा । को कत्थ तुमं सुंदर ! पव्वयसि च किं निमित्तं ति ॥ ११६ ॥ ધમ્મહાવાવિસ્ટત્ત=ધર્મકથાદિથી આક્ષિપ્ત એવા પન્વજ્ઞામિમુહં=પ્રવ્રજ્યાભિમુખને પુચ્છિન્ના=પૂછવું જોઇએ, સુંવર !=હે સુંદર ! તુમ હો=તું કોણ છે ? ત્ય=કયાં રહે છે ? નાિ નિમિત્તે = પદ્મપ્તિ=અને શા નિમિત્તે તું વ્રજે છે ? = પ્રવ્રજ્યા લેવા તૈયાર થયો છે ? Jain Education International * ગાથાના પૂર્વાર્ધમાં રહેલ ‘તિ’ પાદપૂર્તિ માટે છે. * ગાથાના અંતમાં રહેલ ‘તિ' પૃચ્છાની સમાપ્તિ માટે છે. ગાથાર્થ : ધર્મકથાદિથી આક્ષિપ્ત, પ્રવ્રજ્યાને અભિમુખ એવા દીક્ષાર્થીને પૂછવું જોઇએ કે હે સુંદર! તું કોણ છે ? કયાં રહે છે ? અને કયા કારણે તું દીક્ષા લેવા તૈયાર થયો છે ? For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy