SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કસ્મિન” દ્વાર | ગાથા ૧૧૩ ટીકા : सन्ध्यागतं १ रविगतं २ विड्वेरं ३ सग्रहं ४ विलंबि च ५ राहुगतं ६ ग्रहभिन्नं च ७ वर्जयेत् सप्त नक्षत्राणि ।। "अत्थमणे संझागय, रविगय जहियं ठिओ उआइच्चो । विड्डेरमवद्दारिय, सग्गह कूरग्गहहयं तु ॥१॥ आइच्चपिट्ठओ जं विलंबि, राहूहयं तु जहिँ गहणं। मज्झेणं जस्स गहो गच्छइ तं होइ गहभिन्नं ॥ २॥ संझागयम्मि कलहो १ आइच्चगते य होइ णिव्वाणि २। विड्डेरे परविजओ ३ सगहम्मि य विग्गहो होई ४ ॥३॥ दोसो अभंगयत्तं होइ कुभत्तं विलंबिनक्खत्ते ५। .. राहुहयम्मि य मरणं ६ गहभिन्ने सोणिउग्गालो ७ ॥४॥" રૂતિ થાર્થ: શરૂા ટીકાર્ય : સંધ્યાગત, રવિગત, વિક્વેર, સગ્રહ અને વિલંબી, રાહુગત અને ગ્રહભિન્ન; એ સાત નક્ષત્રોવર્જવા જોઇએ. * અહીં દિનશુદ્ધિ ગ્રંથની ગાથા-૧૨૯ થી ૧૩૨ નું ઉદ્ધરણ ટીકામાં આપેલ છે, તેનો અર્થ નીચે પ્રમાણે તેમાં પ્રથમ વર્જવા યોગ્ય સાત નક્ષત્રોનું સ્વરૂપ બતાવે છે - (૧) સૂર્ય અસ્ત થયેછતે જે ઊગે તે સંધ્યાગત નક્ષત્ર છે, (૨) વળી જ્યાં જે સ્થાનમાં, આદિત્ય રહેલો હોય તે રવિગત નક્ષત્ર છે, (૩) ક્રૂરગ્રહથી અવદારિત હોયતે વિક્વેર નક્ષત્ર છે, (૪) વળી ક્રૂરગ્રહથી હણાયેલ હોય તે ગ્રહનક્ષત્ર છે, (૫) જે આદિત્યની પૃષ્ઠથી સૂર્યની પાછળ, રહેલ હોય તે વિલંબીનક્ષત્ર છે, (૬) વળી જેમાં સૂર્યનું ગ્રહણ થાય તે રાહુહત છેઃરાહુગતનક્ષત્ર છે, (૭) જેની મધ્યથી ગ્રહ જાય છે=પસાર થાય છે, તે ગ્રહભિન્નનક્ષત્ર થાય છે. * હવે આ સાત નક્ષત્રોમાં શુભ કાર્ય કરવાથી થતા અનર્થો જણાવે છે સંધ્યાગત નક્ષત્રમાં ક્લહ અને આદિત્યગતમાં=રવિગત નક્ષત્રમાં, નિર્વાણી=અશાંતિ, થાય છે. વિર નક્ષત્રમાં પરવડે વિજય અને સંગ્રહનક્ષત્રમાં વિગ્રહથાય છે. વિલંબી નક્ષત્રમાં અભંગયાત્રા=પરિભ્રમણરૂપદોષ, અને કુભક્ત=ખરાબ ભોજન, પ્રાપ્ત થાય છે. રાહહતમાં=રાહુગત નક્ષત્રમાં, મરણ અને ગ્રહભિન્નનક્ષત્રમાં શોણિતની=લોહીની, ઊલટી થાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.ll૧૧૩ અવતરણિકા : उपसंहरन्नाहઅવતરણિતાર્થ : હવે ‘ મન' દ્વારનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy