________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૮
૧૬૩
ભાવાર્થ :
અવિવેકના ત્યાગથી તપ-સંયમમાં ઉદ્યમ થાય છે અને તપ-સંયમમાં કરાતા ઉદ્યમથી સાધુ ત્યાગી બને છે, તોપણ પૂર્વભવમાં કરેલી ધર્મની આરાધનાવાળા ધર્મી જીવોને સ્વજન, ધન, વૈભવ વગેરે મળેલો હોવા છતાં ભૂતકાળમાં લેવાયેલા ધર્મના બળથી પ્રાયઃ કરીને આ ભવમાં પણ નિમિત્ત પામીને સંસારનો ત્યાગ કરવાના મનોરથો થાય છે, અને તે પુણ્યશાળી જીવો બાહ્ય વૈભવાદિને અને અવિવેકને છોડે છે, તેવા ઉભયના ત્યાગથી યુક્ત જીવોને ધન્ય છે.
અહીં પ્રશ્ન થાય કે વૈભવાદિ વગરના પણ અવિવેકના ત્યાગથી ત્યાગી થાય છે, તેમને ધન્ય ન કહેતાં ઉભયત્યાગીને ધન્ય કેમ કહ્યા? તેથી કહે છે કે બાહ્યત્યાગથી અને અવિવેકના ત્યાગથી યુક્ત જીવો દીક્ષા ગ્રહણ કરે તો તેઓ સંસારમાં પણ પ્રાયઃ કરીને કેટલાક જીવોની ધર્મપ્રવૃત્તિનું કારણ બને છે; કેમ કે પુણ્યશાળી જીવો મહાવૈભવાદિને છોડતી વખતે અતિવિવેકપૂર્વક ઉચિત પ્રવૃત્તિઓ કરે છે. જેમ કે મહાપૂજા રચાવે, દેવ-ગુરુ-ધર્મની પ્રભાવના થાય તે રીતે વરસીદાનનો વરઘોડો કાઢે, સામૂહિક પૂજા કરવા ઉત્તમ વસ્ત્રો-આભૂષણોથી સજ્જ થઈને ઉત્તમ સામગ્રીઓ સાથે જાહેરમાં જિનાલયમાં આવે, ઓચ્છવ-મહોત્સવ રચાવે, ધર્મનું અંગ બને અને ધર્મની પ્રભાવના થાય તે રીતે અનુકંપાદાન કરે, વગેરે પ્રકારની ઉચિત પ્રવૃત્તિઓથી યુક્ત એવી પુણ્યશાળી જીવોની સંયમગ્રહણની ક્રિયા, અનેક જીવોને ધર્મ પ્રત્યે સભાવ પેદા કરવાનું કારણ બને છે. વળી કેટલાક જીવોને તો તેમના ત્યાગને જોઈને, “ખરેખર આ સંસારમાં ત્યાગ જ શ્રેષ્ઠ છે”, એ પ્રકારની બુદ્ધિ પેદા થાય છે, તેથી અન્ય જીવો પણ સંસારને છોડીને આત્મહિત સાધવા માટે પ્રયત્નશીલ બને છે. જયારે બાહ્ય વૈભવાદિ વગરના જીવો અવિવેકના ત્યાગપૂર્વક સંયમગ્રહણ કરે તો તેઓ ત્યાગી તો બને છે, પરંતુ ઉભયત્યાગીની જેમ ઘણા જીવોની ધર્મપ્રવૃત્તિનું કારણ બનતા નથી.
અહીં પ્રાય:' શબ્દથી એ કહેવું છે કે કેટલીક વખત ઉભયત્યાગી વ્યક્તિથી પણ કોઈને ધર્મની પ્રાપ્તિ ન થાય, છતાં ઉભયત્યાગીથી બહુધા ઘણા જીવોને લાભ થવાનો સંભવ છે.
હવે “સિ' દ્વારની સમાપ્તિ કરતાં ગ્રંથકાર કહે છે કે પ્રસંગથી સર્યું. અર્થાત દીક્ષા કોને આપવી? તે વાત ગાથા-૩૨ થી ૫૧માં બતાવતાં દીક્ષા યોગ્ય જીવોના ગુણો અને વય બતાવી. તેથી એ પ્રાપ્ત થયું કે આઠ વર્ષથી માંડીને અનત્યન્તવૃદ્ધ મનુષ્ય દીક્ષાયોગ્ય ગુણોવાળો હોય, તો તે દીક્ષાનો અધિકારી છે. અને ત્યાં ગ્રંથકારને સ્મરણ થયું કે કેટલાક લોકો બાલને દીક્ષા માટે અયોગ્ય કહે છે અને ભક્તભોગીને જ દીક્ષા માટે યોગ્ય કહે છે; વળી અન્ય કેટલાક મતવાળા સ્વજનાદિ વગરનાને જ દીક્ષાયોગ્ય કહે છે; વળી કોઈક મત સ્વજનાદિથી યુક્તને જ દીક્ષાયોગ્ય કહે છે, તો તે સર્વ મતમાં વસ્તુસ્થિતિ શું છે ? કે જેથી દીક્ષા માટે કોણ યોગ્ય છે તેનો નિર્ણય થઈ શકે? તે જણાવવું ગ્રંથકારને આવશ્યક લાગ્યું. તેથી દીક્ષાયોગ્ય જીવોના વર્ણનમાં પ્રસંગથી સ્મરણ થયેલી તે વાતને ગાથા-પર થી ૧૦૮ માં બતાવી. આ રીતે સર્વ પ્રાસંગિક કથન બતાવીને તેનું યુક્તિપૂર્વક નિરાકરણ કર્યું, જેથી ખરેખર દીક્ષાનો અધિકારી કોણ છે? તેનો યથાર્થ નિર્ણય થઈ શકે. આથી ‘હિં' દ્વારની સમાપ્તિમાં ગ્રંથકાર કહે છે કે પોતે જે આ પ્રાસંગિક કથન કર્યું છે, તે પ્રસંગથી સર્યું. એમ કહીને પ્રાસંગિક કથન પૂરું કરીને આગળની ગાથાથી અન્ય દ્વારનો પ્રારંભ કરે છે. તે ૧૦૮
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org