SearchBrowseAboutContactDonate
Page Preview
Page 189
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૨ અવતરણિકા : उभययुक्तानां तु गुणमाह અવતરણિકાર્ય : ગાથા-૧૦૬માં ગ્રંથકારે દશવૈકાલિકસૂત્રના વચનથી, વ્યવહારનયની પ્રધાનતાથી સ્વજનાદિનો ત્યાગ કરનારને ત્યાગી કહ્યો અને ગાથા-૧૦૭માં સ્થાપન કર્યું કે ખરેખર સ્વજનાદિ હોતે છતે પણ પ્રતિબંધ દુષ્ટ છે. માટે સ્વજનાદિનો ત્યાગ કર્યા પછી પણ સ્વજનાદિનો પ્રતિબંધ ન તૂટે, તો તે બાહ્યત્યાગી ખરેખર ત્યાગી નથી. પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૮ હવે વળી, ઉભયથી યુક્ત જીવોના ગુણને=બાહ્યત્યાગથી અને અવિવેકના ત્યાગથી સંપન્ન એવા સાધુઓને થતા લાભને, કહે છે ગાથા : धण्णा य उभयजुत्ता धम्मपवित्तीइ हुंति अन्नेसिं । जं कारणमिह पायं केसिंचि कयं पसंगेणं ॥ १०८ ॥ केसिं ति दारं गयं ॥ અન્વયાર્થ : ૩મયનુત્તા યુ=અને ઉભયથી યુક્ત=બાહ્યત્યાગ અને અવિવેકના ત્યાગથી યુક્ત જીવો, થળા= ધન્ય છે, અં=જે કારણથી જ્ઞ =અહીં=સંસારમાં, સિષિ અનેસિ=કેટલાક અન્યોની ધમ્મપવિત્તીફ ધર્મપ્રવૃત્તિનું પાયં વ્હારi=પ્રાયઃ કારણ હુંતિ=થાય છે. પસંોળ યં=પ્રસંગ વડે સર્યું. સિં=‘કોને’ તિ=એ પ્રકારનું વારં = દ્વાર થયું ગયું = પૂરું થયું. ગાથાર્થ : = Jain Education International બાહ્યત્યાગ અને અવિવેકના ત્યાગથી યુક્ત જીવો ધન્ય છે, જે કારણથી સંસારમાં કેટલાક અન્યોની ધર્મપ્રવૃત્તિનું પ્રાયઃ કારણ થાય છે. પ્રસંગથી સર્યું. ટીકા : धन्याश्चोभययुक्ता=बाह्यत्यागाविवेकत्यागद्वयसम्पन्नाः, किमित्यत आह- धर्म्मप्रवृत्तेर्भवन्ति अन्येषां प्राणिनां यद्=यस्मात् कारणमिह प्रायेण केषाञ्चिदन्येषामिति कृतं प्रसङ्गेनेति गाथार्थः ॥ १०८ ॥ ટીકાર્ય : અને ઉભયથી યુક્તો=બાહ્યત્યાગ અને અવિવેકનો ત્યાગ એ બંનેથી સંપન્ન જીવો, ધન્ય છે. કયા કારણથી ? એથી કહે છે- જે કારણથી અહીં=લોકમાં, પ્રાયઃ કરીને કેટલાક અન્યોની=અન્ય પ્રાણીઓની, ધર્મપ્રવૃત્તિનું કારણ થાય છે. પ્રસંગથી સર્યું. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy