________________
૧૬૧
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૦ સંતે વિ = (સ્વજનાદિ) હોતે છતે પણ પરિવંઘો = પ્રતિબંધ ફુ =ત: = આ = પ્રતિબંધ, વUવ્યો = ત્યજવો જોઈએ. ગાથાર્થ :
= દુષ્ટ છે, ત્તિ = એથી કરીને તો
અથવા કોણ કોનો સ્વજન નથી? અથત સર્વ સર્વના સ્વજન છે. અથવા કોના વડે કયા ભોગો પ્રાપ્ત કરાયા નથી ? અથતિ સર્વ વડે સર્વ ભોગો પ્રાપ્ત કરાયા છે. સ્વજનાદિ હોતે છતે પણ પ્રતિબંધ દુષ્ટ છે, એથી કરીને પ્રતિબંધ ત્યજવો જોઈએ. ટીકા :
को वा कस्य न स्वजनः किं वा केन न प्राप्ता भोगाः अनादौ संसार इति, तथा सत्स्वपि स्वजनादिषु प्रतिबन्धो दुष्ट इत्यसौ त्यक्तव्यः, असत्स्वपि तत्सम्भवादिति गाथार्थः ॥१०७॥ ટીકાર્ય
કોણ કોનો સ્વજન નથી? અથવા કોના વડે અનાદિ એવા સંસારમાં કયા ભોગો પ્રાપ્ત કરાયા નથી? અને સ્વજનાદિ હોતે છતે પણ પ્રતિબંધ દુષ્ટ છે. એથી આ = પ્રતિબંધ, ત્યજવો જોઇએ; કેમ કે અસતમાં પણ = સ્વજનાદિ નહીં હોતે છતે પણ, તેનો = પ્રતિબંધનો, સંભવ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વપક્ષી, સ્વજન વગેરેથી યુક્ત જીવ તે સ્વજન વગેરેને છોડીને દીક્ષા ગ્રહણ કરે તો તેને ત્યાગી માનતો હોવાથી કહે છે કે સ્વજન, ધનાદિવાળો જ મુમુક્ષુ દીક્ષાનો અધિકારી છે. તેને ગ્રંથકાર કહે છે કે દરેકનો આત્મા અનાદિનો છે અને અનાદિ સંસારમાં દરેક જીવોના દરેક જીવો સાથે અનંતી વખત સંબંધો થયા છે, તેથી સર્વ જીવોના સર્વ જીવો સ્વજનો છે; અને આ અનાદિ સંસારમાં સર્વ જીવોએ નવમા સૈવેયક સુધીના ઉત્કટ ભોગો પ્રાયઃ કરીને અનંતી વખત પ્રાપ્ત કરેલા છે; તેથી આ ભવમાં કદાચ સ્વજનો કે ભોગો ન મળ્યા હોય તોપણ અનંતા ભવોમાં જીવે જે સ્વજનો અને ભોગોને પ્રાપ્ત કર્યા તેમાં જીવને પ્રતિબંધ રહે છે, અને તે રીતે વર્તમાનમાં મળેલ સ્વજનાદિ પ્રત્યે પણ જીવને રાગભાવ વર્તે છે.
આથી સાધુ વિવેકપૂર્વક સંયમમાં ઉદ્યમ ન કરે તો, સ્વજનાદિ ન મળ્યા હોય તોપણ સ્વજન, ધનાદિ પ્રત્યે રાગભાવ થાય તેવી પ્રકૃતિ જીવમાં વર્તે છે, અર્થાત્ સંયમ લીધા પછી પણ તે શ્રાવકો, ઉપધિ વગેરેમાં મમત્વભાવ કરે છે. વળી સ્વજનાદિ મળ્યા હોય અને તેઓનો ત્યાગ કર્યો હોય તો પણ તેઓ પ્રત્યે રાગભાવ થાય તેવી પ્રકૃતિ જીવમાં વર્તે છે. આમ, અવિવેકનો ત્યાગ કરવામાં ન આવે તો સ્વજનાદિના ત્યાગમાત્રથી મમત્વ કરવાની પ્રકૃતિ જીવમાંથી જતી રહેતી નથી; કેમ કે સ્વજનો પ્રત્યે રાગભાવ કરવો તેવી જીવની પ્રકૃતિ દુષ્ટ છે. જયારે વિવેકસંપન્ન જીવ સ્વજનાદિ હોય કે ન હોય તોપણ વિવેકના બળથી સ્વજનાદિમાં રાગભાવ પેદા કરાવે તેવી પ્રકૃતિનો ત્યાગ કરે છે, માટે સંપત્તિ વગેરેથી રહિત દરિદ્રને પણ વિવેકના બળથી ત્યાગ સંભવે છે. ૧૦૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org