SearchBrowseAboutContactDonate
Page Preview
Page 187
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૦ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૬-૧૦૦ એ છે કે ભૂતકાળમાં ધર્મ આરાધના કરી હોય તેવા જીવો પ્રાયઃ કરીને પુણ્યના ઉદયથી વૈભવાદિને પામે છે અને પુણ્યાનુબંધીપુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી પણ તે સંપત્તિ આદિનો વૈરાગ્યથી ત્યાગ કરે છે, અને આવા જીવોને વ્યવહારનય ‘ત્યાગી’ કહે છે; કેમ કે પુણ્યના ઉદયથી મળેલી ભોગ-સંપત્તિનો ત્યાગ કરવો જીવને પોતાને આધીન છે અને પોતાને પ્રાપ્ત થયેલી સંપત્તિનો ત્યાગ કરનારને દશવૈકાલિકસૂત્રની એક ગાથા ‘તે હૈં ચારૂં’=આ ત્યાગી છે એમ કહે છે. તેમાં ‘ુ’ શબ્દ ‘પિ' અર્થમાં છે, તેથી અન્ય ત્યાગીનો પણ સમુચ્ચય થાય છે. છતાં ઘણો વૈભવ છોડનાર વ્યક્તિ ત્યાગી છે એ પ્રકારનો વ્યવહાર પ્રવર્તે છે, તેને આશ્રયીને દશવૈકાલિકનું સૂત્ર છે. આમ, ‘વિ’ શબ્દથી અન્ય ત્યાગીને ગ્રહણ કરીને તપથી અને ત્રિકોટી આરંભના પરિત્યાગરૂપ સંયમથી, વૈભવાદિથી યુક્ત સંયમ ગ્રહણ કરનાર અને વૈભવાદિથી રહિત સંયમ ગ્રહણ કરનાર, એમ બંનેને દશવૈકાલિકનું સૂત્ર ત્યાગી કહે છે; કેમ કે દશવૈકાલિકમાં સાક્ષાત્ કથન ફક્ત વ્યવહારનયની પ્રધાનતાથી છે અને તેમાં હુઁ શબ્દ અપિ અર્થમાં હોવાથી બાહ્યવૈભવાદિ વગરના જીવોનો પણ ત્યાગી તરીકે સમુચ્ચય થઈ જાય છે. અનિદાનવાળું તપ એટલે સાંસારિક ફળની આશંસા રહિત કેવલ નિર્જરાના અભિલાષથી કરાયેલું તપ. અહીં કોટિત્રયથી ત્રણ પ્રકારની ત્રિકોટી ગ્રહણ કરવાની છે; તે આ રીતે હણવું, હણાવવું અને હણતાની અનુમોદના કરવી એ હનનત્રિકોટી છે; ખરીદવું, ખરીદાવવું અને ખરીદતાની અનુમોદના કરવી એ ક્રયણત્રિકોટી છે; રાંધવું, રંધાવવું અને રાંધતાની અનુમોદના કરવી એ પચનત્રિકોટી છે. આ ત્રણેય પ્રકારની આરંભની ત્રિકોટીમાં કરાતા ઉદ્યમના ત્યાગથી સંયમની પરિણતિ પ્રગટે છે, અને અવિવેકના ત્યાગપૂર્વક દીક્ષા ગ્રહણ કરનારો જીવ જ અનિદાનવાળા તપથી અને આરંભની ત્રિકોટીત્રયના પરિત્યાગથી ત્યાગી બની શકે છે. II૧૦૬ અવતરણિકા : પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે વ્યવહારનય બાહ્ય સ્વજનાદિનો ત્યાગ કરનારને ત્યાગી કહે છે અને નિશ્ચયનય તપ-સંયમમાં ઉદ્યમ કરનારા સાધુ સ્વજનાદિથી યુક્ત હોય કે સ્વજનાદિથી રહિત હોય,તો પણ તેને ત્યાગી કહે છે. આમ, નિશ્ચયનયને માન્ય એવા ત્યાગીને ત્યાગીરૂપે સ્થાપન કરવા અર્થે ગ્રંથકાર કહે છે ગાથા : को वा कस्स न सयणो ? किं वा केणं न पाविआ भोगा ? । संतेसु वि पडिबंधो दुट्ठो त्ति तओ चएअव्वो ॥ १०७॥ અન્વયાર્થ : જે વા = અથવા કોણ Æ ન થયો ? = કોનો સ્વજન નથી ? = સર્વ સર્વના સ્વજન છે. વેળ વા किं भोगा न पाविआ ? = અથવા કોના વડે કયા ભોગો પમાયા નથી ?= સર્વ વડે સર્વ ભોગો પમાયા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy