________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૫
ગાથા :
ता थेवमिअं कज्जं सयणाइजुओ न व त्ति सइ तम्मि । तो चेव य दोसाण हुंति सेसा धुवं तस्स ॥ १०५ ॥
અન્વયાર્થ :
તા=તે કારણથી તમ્મિ સ=તે થયે છતે=અવિવેકનો ત્યાગ થયે છતે, સયાનુો ન વ= સ્વજનાદિથી યુક્ત છે કે નહીં ? યં ત્ત્ત થવ=એ કાર્ય થોડું છે. ત્તો સેવ ય=અને આનાથી જ =અવિવેકના ત્યાગથી જ, તÆ=તેને=સાધુને, સેના વોસા=શેષ=અગંભીરતાદિ, દોષો ધ્રુવ ળ સ્ક્રુતિ =ધ્રુવ=નક્કી, થતા નથી.
* ‘ત્તિ' પાદપૂર્તિ અર્થે છે.
ગાથાર્થ :
૧૫૭
સંયમજીવનમાં અવિવેકનો ત્યાગ જ પ્રધાન છે, બાહ્યત્યાગ નહીં; તે કારણથી અવિવેકનો ત્યાગ થયે છતે દીક્ષા લેનાર સ્વજનાદિથી યુક્ત છે કે નહીં, એ કાર્ય થોડું છે અને અવિવેકના ત્યાગથી જ સાધુને અગંભીરતાદિ દોષો નક્કી થતા નથી.
ટીકા :
तत् = तस्मात् स्तोकमिदं कार्यं स्वजनादियुक्तो न वेति सति तस्मिन् = अविवेकत्यागे, अत एव च अविवेकत्यागाद् दोषा न भवन्ति शेषा ध्रुवं तस्य अगम्भीरमदादय इति गाथार्थः ॥ १०५ ॥
ટીકાર્યું :
તે કારણથી તે થયે છતે=અવિવેકનો ત્યાગ થયે છતે, સ્વજનાદિથી યુક્ત છે કે નહિ ? એ કાર્ય થોડું છે; અને આનાથી જ=અવિવેકના ત્યાગથી જ, તેને=સ્વજનાદિથી વિરહિત પણ દીક્ષા લેનાર જીવને, શેષ એવા અગંભીર, મદ વગેરે દોષો ધ્રુવ=નક્કી, થતા નથી. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
ગાથા-૯૧ માં પૂર્વપક્ષીએ કહેલ કે સ્વજનાદિથી યુક્ત જીવો જ દીક્ષાના અધિકારી છે, તેનું નિરાકરણ કરીને ગાથા-૧૦૪માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સંયમજીવનમાં બાહ્યત્યાગ પ્રધાન નથી, પરંતુ અવિવેકનો ત્યાગ પ્રધાન છે, તે કારણથી દીક્ષાનો અધિકારી બાહ્ય સ્વજન, સંપત્તિઆદિથી રહિત હોય કે યુક્ત હોય, તે વાત સંયમજીવનમાં ગૌણ છે; પરંતુ અવિવેકનો ત્યાગ જ મુખ્ય છે.
Jain Education International
આનાથી એ કહેવું છે કે બાહ્ય સ્વજનાદિને છોડીને પણ અવિવેકનો ત્યાગ ન કર્યો હોય, તો તે સાધુ સંયમ ગ્રહણ કર્યા પછી પણ તપ-સંયમમાં ઉદ્યમ કરતા નથી, પરંતુ નામભેદથી આરંભાદિની પ્રવૃત્તિઓ કરે છે, તેથી તેવા સાધુનો સ્વજન વગેરેના ત્યાગરૂપ બાહ્યત્યાગ પણ અકિંચિત્કર છે. વળી, સ્વજન વગેરેથી રહિત હોવા છતાં સંસારના સ્વરૂપને જાણીને જેને વિવેક પ્રગટ્યો હોય કે “ખરેખર મનુષ્યભવ પામીને
For Personal & Private Use Only
www.jainelibrary.org