________________
૧૫
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૪
ટીકા :
अत्र च तपआदौ अविवेकत्यागात् प्रवर्त्तते येन कारणेन, तस्मादसौ=अविवेकत्यागः प्रवरः, तस्यैव= अविवेकत्यागस्य फलमेष यः सम्यग्बाह्यत्याग इति गाथार्थः ॥१०४॥ ટીકાર્ય :
અને જે કારણથી અહીં = તપ આદિમાં = તપ અને સંયમમાં, અવિવેકના ત્યાગથી પ્રવર્તે છે, તે કારણથી આ = અવિવેકનો ત્યાગ, પ્રવર છે; જે સમ્યગુ બાહ્યનો ત્યાગ છે એ તેનું જ = અવિવેકના ત્યાગનું જ, ફલ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : - નિરારંભી જીવન જીવવાની વૃત્તિ પેદા થવી, એ સાધુનો સમ્યમ્ બાહ્યત્યાગ છે. આથી સાધુ આરંભના કારણભૂત એવા કુટુંબ, ધનાદિનો સ્વેચ્છાએ ત્યાગ કરે છે; અને કુટુંબ, ધનાદિનો ત્યાગ કરીને નિરારંભી જીવન જીવવું હોય તો, સાધુએ સતત ગુપ્તિમાં રહેવું જોઈએ, અને નિર્જરાર્થે સ્વાધ્યાયાદિ તપમાં યત્ન કરવો જોઈએ; અને જે સાધુ અવિવેકનો ત્યાગ કરીને સંયમગ્રહણ કરે છે, તે સાધુ હંમેશા તપ-સંયમમાં ઉદ્યમ કરે છે, તેથી સંયમજીવનમાં બાહ્ય ત્યાગ કરતાં અવિવેકનો ત્યાગ શ્રેષ્ઠ છે. વિશેષાર્થ :
સાધુ સંસારના ભાવોથી નિર્લેપ થવા અને આત્માના ભાવોમાં યત્ન કરવા માટે સંયમ ગ્રહણ કરે છે, અને સંસારના ભાવોથી નિર્લેપ રહેવા માટે શાસ્ત્રાનુસારી વિવેકદૃષ્ટિ આવશ્યક છે, તેથી શાસ્ત્રાનુસારી વિવેકદૃષ્ટિ આવે તો અવિવેકનો ત્યાગ થાય, અને અવિવેકનો ત્યાગ કર્યો હોય તેવા સાધુ તપ-સંયમમાં ઉદ્યમ કરીને નિર્જરારૂપ ફળની પ્રાપ્તિ કરી શકે છે. આથી વિવેકી સાધુ કોઈક જીવના કલ્યાણ માટે અપવાદથી જિનમંદિરમાંથી કરોળિયાનાં જાળાં, કચરો વગેરે દૂર કરવાનું કાર્ય કરતા હોય ત્યારે પણ તે સાધુનો આશય અન્ય જીવોને સન્માર્ગની પ્રાપ્તિ કરાવીને મોક્ષને અભિમુખ કરવામાત્રનો હોય છે, આથી તેવું કોઈ લાભનું કારણ ન હોય તો જિનમંદિર સાફ કરવું, વગેરે કૃત્યોમાં યત્ન કરતા નથી. એ પ્રકારે પ્રસ્તુત ગાથાનું ગાથા-૧૦૨ સાથે યોજન છે. ૧૦૪ અવતરણિકા :
यतश्चैवम्અવતરણિતાર્થ :
જે કારણથી આમ છે=સંયમજીવનમાં અવિવેકનો ત્યાગ પ્રધાન છે, પણ બાહ્યત્યાગ નહીં; અને અવિવેકના ત્યાગનું ફળ સમ્યક બાહ્યત્યાગ છે અને અવિવેકના ત્યાગ વગરનો બાહ્યત્યાગ એ ત્યાગ નથી એમ છે, તે કારણથી શું? તે પ્રસ્તુતગાથામાં દર્શાવે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org