________________
૧૫૫
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૩-૧૦૪ થાય છે, અને તે બંને રૂપ અનુક્રમે સંયમ અને તપ છે. છતાં સાધુ પ્રસંગને અનુરૂપ ઉચિત પ્રવૃત્તિમાં યત્ન કરવા દ્વારા પણ સંવર-નિર્જરાને પ્રાપ્ત કરે છે. તે આ રીતે
જ્યારે ચૈત્યનું કોઇક કૃત્યવિશેષ સિદાતું હોય અને તે કૃત્ય કરવાથી કોઈ જીવને લાભ થાય તેમ હોય ત્યારે અપવાદથી સાધુ તે ચૈત્યનું કૃત્ય કરીને સંવર-નિર્જરાને પ્રાપ્ત કરે. વળી ક્યારેક ગ્લાનાદિની વૈયાવચ્ચ કરવાનો પ્રસંગ હોય ત્યારે વૈયાવચ્ચ કરવા દ્વારા સાધુ સંવર-નિર્જરાને પ્રાપ્ત કરે છે, અને જ્યારે કોઈપણ કાર્ય વિદ્યમાન ન હોય ત્યારે સાધુ આત્મભાવને ઉલ્લસિત કરવા માટે તપ-સંયમમાં ઉદ્યમ કરીને પણ સંવર-નિર્જરાને પ્રાપ્ત કરે છે.
આમ, સંયમને અનુરૂપ ઉચિત કૃત્યો કરવાનો અધ્યવસાય સાધુના હૈયામાં સદા વિદ્યમાન હોવાથી સર્વ ઉચિત કર્તવ્યોના પાલનનું ફળ વિવેકસંપન્ન સાધુને પ્રાપ્ત થાય છે. ૧૦૩ll અવતરણિકા :
ગાથા-૧૦૨-૧૦૩ કહ્યું કે કોઈ જીવને ધર્મની પ્રાપ્તિ થવારૂપ થોડા ગુણનો લાભ થતો હોય તો સાધુ અપવાદથી જિનમંદિરમાંથી કરોળિયાનાં જાળાં વગેરે દૂર કરવાનું કૃત્ય કરે છે, નહીંતર તપ-સંયમમાં ઉદ્યમ કરે છે; આ પ્રકારનો ઉચિત વિવેક અવિવેકનો ત્યાગ કર્યા વગર થતો નથી, તેથી હવે સંયમજીવનમાં અવિવેકના ત્યાગની પ્રધાનતા બતાવતાં કહે છેગાથા :
एत्थ यऽविवेगचागा पवत्तई जेण ता तओ पवरो।
तस्सेव फलं एसो जो सम्मं बज्झचाउत्ति ॥१०४ ॥ અન્વાર્થ :
ને =અને જે કારણથી સ્થિ=અહીં તપ-સંયમમાં, (સાધુ) વિવેકાવા અવિવેકના ત્યાગથી, પવ=પ્રવર્તે છે, તeતે કારણથી તો= =આ=અવિવેકનો ત્યાગ, પવરો=પ્રવર છે=શ્રેષ્ઠ છે; નો સí વન્સવા=જે સભ્ય બાહ્યત્યાગ છે, સો=એ તèવ=તેનું જ=અવિવેકના ત્યાગનું જ, હનં ફળ છે. * “ઘ' પૂર્વગાથાના સમુચ્ચય માટે છે. » ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ :
અને જે કારણથી તપ આદિમાં સાધુ અવિવેકના ત્યાગથી પ્રવર્તે છે, તે કારણથી અવિવેકનો ત્યાગ શ્રેષ્ઠ છે; જે સમ્યમ્ બાહત્યાગ છે, એ અવિવેકના ત્યાગનું જ ફળ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org