________________
૧૪૮
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૧૦૦
* “ એ િવ" માં અપ' થી એ કહેવું છે કે ધ્વનિભેદ ન કરાય તો તો આરંભાદિ કર્મબંધનું કારણ છે જ, પરંતુ દેવાદિનું કાર્ય કહેવારૂપ ધ્વનિભેદ કરાયે છતે પણ આરંભાદિ કર્મબંધનું જ કારણ છે. ટીકાર્ય :
જે કારણથી પ્રકૃતિથી સ્વભાવથી, સાવદ્ય છતું=પાપવાળું છતું, ધ્વનિભેદ કરાયે છતે પણશબ્દભેદ કરાયે છતે પણ, સર્વ પ્રકારોથી વિરુદ્ધ જ છે-દુષ્ટ જ છે; કોની જેમ? એથી કહે છે- લોકમાં મધુરક, શીતલિકાદિની જેમ; તેનું તાત્પર્ય ખોલે છે- મધુરક એ પ્રમાણે કહેવાયેલું વિષ મારતું નથી એમ નહિ , અથવા શીતલિકા એ પ્રમાણે કહેવાયેલી સ્ફોટિકાફોડકી, દુઃખતી નથી એમ નહિ જ. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
ઝેરથી મિશ્રિત એવા મધુર પણ પદાર્થનો ઉપભોગ કરવાથી જેમ મૃત્યુ થાય છે અને શીતલિકાની ફોડલીનું નામ શીતલા હોવા છતાં જેમ તે કેવલ પીડા આપે છે, તેમ પ્રકૃતિથી સાવદ્ય એવી આરંભ-પરિગ્રહની ક્રિયા કરનાર સાધુ શબ્દભેદથી કહે કે “આ ધન દેવાદિની ભક્તિ અર્થે છે,” તોપણ તે સાધુ નિરારંભી અને અપરિગ્રહી બની શકતા નથી, કેમ કે જિનભક્તિ આદિ અર્થે પણ ધન રાખવાનો કે રખાવવાનો સાધુને નિષેધ છે. તેથી તે ધનનો ઉપયોગ જિનભક્તિ આદિમાં થતો હોય તોપણ પ્રકૃતિથી સાવદ્ય હોવાને કારણે સાધુ માટે આરંભ અને પરિગ્રહરૂપ છે. માટે પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે દેવાદિના વ્યપદેશથી પણ સાધુ ધન રાખતા હોય કે રખાવતા હોય અને દેવાદિનાં કાર્યો કરાવતા હોય તોપણ તે ધન સાધુ માટે આરંભ અને પરિગ્રહરૂપ છે.
સાધુ વડે કરાતી જિનમંદિરનિર્માણાદિની ક્રિયા પાપરૂપ છે, તે સ્થૂલદષ્ટિથી દષ્ટાંત દ્વારા પ્રથમ બતાવે છે
જેમ દૂધપાક આદિ મધુર પદાર્થો ઝેરથી મિશ્રિત હોય તો “આ મધુર દૂધપાક છે”, એમ વ્યપદેશ કરવામાં આવે, તો તે વચનપ્રયોગ સાચો હોવા છતાં તેના ઉપભોગથી મૃત્યુ થાય છે; તેમ સંયમ લીધા પછી સંયમને વિરુદ્ધ એવી જિનમંદિરનિર્માણાદિ ક્રિયા “આ ધર્મક્રિયા છે” એમ કહેવા માત્રથી નિરવદ્ય બનતી નથી, પણ આરંભાદિરૂપ બને છે.
આ પ્રથમ દૃષ્ટાંતનું તાત્પર્ય એ છે કે, જેમ દૂધપાક મધુર પણ છે અને ઝેરમિશ્રિત પણ છે, તેમ જિનમંદિરનિર્માણાદિની ક્રિયા ચૂલદૃષ્ટિથી ધર્મરૂપ પણ છે અને સંયમની વિરુદ્ધ હોવાથી સાવદ્યરૂપ પણ છે. પરંતુ મધુર પણ દૂધપાક ઝેરમિશ્રિત હોવાથી જેમ અનર્થકારી છે, તેમ સંયમવેશમાં સ્થૂલથી ધર્મરૂપ લાગતી જિનમંદિરનિર્માણાદિની ક્રિયા ભગવાનની આજ્ઞાવિરૂદ્ધ હોવાથી પાપબંધના ફળવાળી છે.
સાધુ વડે કરાતી જિનમંદિરનિર્માણાદિની ક્રિયા પાપરૂપ છે, તે સૂક્ષ્મદષ્ટિથી દષ્ટાંત દ્વારા બતાવે છે
જેમ શીતળાની ફોડલી નામમાત્રથી શીતલ છે, પરંતુ અનુભવથી ઠંડકને બદલે પીડા આપનાર છે, તેમ સાધુવેશમાં જિનમંદિરનિર્માણ આદિ કાર્યો નામમાત્રથી ધર્મનાં કાર્યો છે, વસ્તુતઃ તે આરંભ-પરિગ્રહરૂપ છે.
આ બીજા દૃષ્ટાંતનો ભાવ એ છે કે, જે રીતે શીતલિકા નામની ફોડલીમાં લેશ પણ શીતલતા નથી, કેવલ પીડા છે, પરંતુ શીતલિકારૂપ શબ્દભેદ છે; તે રીતે સાધુપણામાં જિનમંદિરનિર્માણ આદિ ક્રિયા કરવામાં લેશ પણ ધર્મ નથી, કેવલ કર્મબંધના કારણભૂત સાવદ્ય પ્રવૃત્તિ છે. પરંતુ દેવાદિ અર્થે કરવારૂપ શબ્દભેદ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org