________________
૧૪
પ્રવજ્યાવિધાનવજુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૯
ગાથાર્થ :
માંસની નિવૃત્તિ કરીને માંસના પર્યાયવાચી શબ્દરૂપ “દંતિકક', એ પ્રકારના શબ્દભેદથી માંસને સેવે છે, એ રીતે આરંભ-પરિગ્રહને ત્યજીને “આ દેવાદિની ભક્તિની પ્રવૃત્તિ છે”, એ પ્રકારના કથનથી અજ્ઞ એવો સાધુ આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિ કરે છે. ટીકા :
मांसनिवृत्तिं कृत्वा कश्चिदविवेकात् सेवते दन्तिक्ककमिति ध्वनिभेदात् = शब्दभेदात्, इय = एवं त्यक्त्वाऽऽरम्भम् “एकग्रहणे तज्जातीयग्रहणं" इति न्यायात् परिग्रहं च परव्यपदेशाद् = देवादिव्यपदेशेन करोति વાત: = ર રૂતિ ગાથાર્થ: / ૨ા ટીકાર્ય :
કોઈ માંસની નિવૃત્તિ કરીને અવિવેકને કારણે “દતિક્કક એ પ્રકારના ધ્વનિભેદથી=શબ્દભેદથી, માંસને સેવે છે, એ રીતે આરંભને અને “એકના ગ્રહણમાં તેના જાતીયનું ગ્રહણ થાય છે એ પ્રકારના ન્યાયથી પરિગ્રહને ત્યજીને, પરના વ્યપદેશથી દેવાદિના વ્યપદેશ વડે, બાલ-અજ્ઞ=અજ્ઞાની જીવ, આરંભ-પરિગ્રહને કરે છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
બાહ્ય એવા સ્વજનાદિનો ત્યાગ કરીને સાધુ અજ્ઞાનને કારણે આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિ કઈ રીતે કરે છે? તે દષ્ટાંત દ્વારા ગ્રંથકાર બતાવે છે
જે રીતે કોઈ જીવે માંસ નહીં ખાવાની પ્રતિજ્ઞા કરેલ હોય છતાં તે જીવ માયાથી માંસ ખાવા માટે માંસના પર્યાયવાચી શબ્દરૂપ “દતિક્કક' ને હું જાઉં છું, માંસને નહીં, એ પ્રકારના શબ્દભેદથી માંસભક્ષણની પ્રવૃત્તિ કરે; એ રીતે કેટલાક જીવો આરંભ અને પરિગ્રહનો ત્યાગ કરીને “આ જિનમંદિરનું કાર્ય છે એ પ્રકારના દેવાદિના કાર્યનો વ્યપદેશ કરીને જિનમંદિરનિર્માણ વગેરે માટે ધન એકઠું કરે કે કરાવે, અને તે ધન દ્વારા લોકો પાસે જિનમંદિરનું નિર્માણ આદિ આરંભની પ્રવૃત્તિઓ કરાવે છે, તે સર્વ આરંભ અને પરિગ્રહની નિવૃત્તિ કર્યા પછી શબ્દાત્તરથી મનને મનાવીને કરાયેલી આરંભ અને પરિગ્રહની પ્રવૃત્તિ છે.
આ દષ્ટાંતમાં સ્થૂલદૃષ્ટિથી વિષમતા જણાય કે માંસ ખાનાર વ્યક્તિ તો ખાલી શબ્દ જુદો બોલે છે, પણ ખાય છે તો માંસ જ; જયારે સાધુ તો સંસારની આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિને અને સંપત્તિને છોડીને કેવલ ધર્મબુદ્ધિથી જિનમંદિરનિર્માણાદિની ક્રિયા કરાવે છે, તેથી જિનમંદિરનિર્માણાદિની પ્રવૃત્તિ માંસ ખાવાની પ્રવૃત્તિ સમાન નથી.
વસ્તુતઃ જે રીતે માંસને છોડીને અન્ય શબ્દ દ્વારા કોઈ માંસભક્ષણની ક્રિયા કરે, તે જ રીતે આરંભપરિગ્રહને છોડીને સાધુવેશમાં જિનમંદિરનિર્માણાદિના નામે પૈસા ભેગા કરીને જિનમંદિર નિર્માણ આદિની પ્રવૃત્તિ કરે, તે સર્વ આરંભ-પરિગ્રહરૂપ છે; કેમ કે આરંભ-પરિગ્રહથી અશુભકર્મનો બંધ અને દુર્ગતિરૂપ ફળ મળે છે, અને સંયમજીવનમાં જિનમંદિરનિર્માણાદિ અર્થે થતો આરંભ-પરિગ્રહ ભગવાનની આજ્ઞાવિરુદ્ધ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org