________________
૧૪૫
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૮-૯૯ પ્રકારનું આ = આરંભ-પરિગ્રહમાં વર્તન, અવિવેકનું સામર્થ્ય છે=અજ્ઞાનની શક્તિ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
કેટલાક સાધુઓ ગૃહવાસ, સંપત્તિ, કુટુંબ આદિનો ત્યાગ કરે છે, તોપણ સંયમધર્મ શું છે? તેનો યથાર્થ વિવેક તેઓને નહીં હોવાથી સાચા સંયમની અજ્ઞાનશક્તિને કારણે જિનમંદિરનિર્માણ કરવા માટે, જિનભક્તિમહોત્સવ કરવા અર્થે, પૈસા એકઠા કરાવવા દ્વારા જિનમંદિરનિર્માણ આદિરૂપ આરંભ કરે છે, અને આ જિનમંદિર મેં બંધાવ્યું છે, એ પ્રકારના મમત્વભાવને ધારણ કરે છે. આથી જેમ જેમ જિનમંદિરનિર્માણાદિ અર્થે ધનની પ્રાપ્તિ થતી જાય, તેમ તેમ તે ધન પ્રત્યે તે અવિવેકી સાધુને મૂચ્છ પ્રગટે છે, અને તે સાધુ માને કે “આ ધન તો દેવાદિ અર્થે છે, તેથી હું તો અપરિગ્રહી છું, અને આ આરંભ તો ભગવાનની ભક્તિ અર્થે છે, તેથી હું તો નિરારંભી છું.” આ પ્રકારના સંજ્ઞાભેદથી આરંભાદિની પ્રવૃત્તિ કરે છે, એ તે અવિવેકી સાધુની અજ્ઞાનશક્તિ છે.
“રેવાઃિ"માં મારિ પદથી શ્રાવકોના ઉદ્ધાર અર્થે કે અન્ય કોઈ ધાર્મિક કાર્યો અર્થે એકઠા કરાતા ધનનું ગ્રહણ કરવાનું છે. આથી એકઠા કરાયેલા ધનને તે કાર્યમાં સાધુ સ્વયં વાપરતો હોય કે કોઈની પાસે વપરાવતો હોય, તે સર્વ સંજ્ઞાભેદથી આરંભ-પરિગ્રહની પ્રવૃત્તિરૂપ છે. આ પ્રકારનો ભાવ ગાથા-૧૦૧ ના અનુસંધાનથી સ્પષ્ટ થાય છે. ll૯૮ll અવતરણિકા :
एतदेव दृष्टान्तद्वारेणाहઅવતરણિતાર્થ :
પૂર્વગાથામાં કહ્યું કે અવિવેકને કારણે સાધુ સંજ્ઞાભેદથી આરંભ-પરિગ્રહમાં પ્રવૃત્તિ કરે છે, એને જદષ્ટાંત દ્વારા કહે છેગાથા :
मंसनिवित्तिं काउंसेवइ दंतिक्कयं ति धणिभेआ।
इअचइऊणारंभं परववएसा कुणइ बालो ॥९९॥ અન્વયાર્થ : *
પંવિત્તિ = માંસની નિવૃત્તિને = કરીને તિયં = (માંસના પર્યાયવાચી શબ્દરૂપ) “દંતિકક', તિ = એ પ્રકારે જિમ = ધ્વનિભેદથી સેવ = (માંસને) સેવે છે, રૂમ = એ રીતે મામંત્ર આરંભને ફr = ત્યજીને પરવવા = પરના વ્યપદેશથી વાનો = બાલ લુગડું= (આરંભપરિગ્રહને) કરે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org