________________
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૬
અન્વયાર્થ :
તૃમિ ચેવ સંમિ=તે જ=અવિવેક જ, ત્યક્ત થયે છતે સો=તે-દીક્ષા લેનાર, સાદુિિરત્રં સમ્મ પાત્તેફ=સાધુની ક્રિયાને સમ્યક્ પાળે છે. તમ્મામિ સ્ર=અને તેના=અવિવેકના, ભાવમાં ફેંગરÆ=ઇતરનો =સ્વજનાદિનો, ઓવિ=કરાયેલો પણ ન્નાઓ=ત્યાગ વિહતો=વિફળ છે.
૧૪૨
* ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ :
અવિવેક જ ત્યક્ત થયે છતે દીક્ષા લેનાર જીવ સાધુની ક્રિયાને સમ્યક્ પાળે છે અને અવિવેકના સદ્ભાવમાં કરાયેલો પણ ત્યાગ ફળ વગરનો છે.
ટીકા :
पालयति साधुक्रियां= यतिसामाचारी, स= प्रव्रजितः, सम्यग् = अविपरीतेन मार्गेण, तस्मिन्नेव अविवेके त्यक्त इति, तद्भावे च = अविवेकसत्तायां च सत्यां, विफलः परलोकमङ्गीकृत्य इतरस्य = स्वजनादेः તોપ ત્યાગ:, અવિવેાવિતિ ગાથાર્થ: ૫૬૬॥
* ‘‘ગોવિ’’ માં ‘પિ’ થી એ જણાવવું છે કે અવિવેક હોય તો, સ્વજનાદિનો નહીં કરાયેલો ત્યાગ તો વિફળ છે જ, પરંતુ કરાયેલો પણ ત્યાગ વિફ્ળ છે.
ટીકાર્ય :
તે જ=અવિવેક જ, ત્યજાયે છતે તે=પ્રવ્રુજિત=સાધુ, સાધુની ક્રિયાને=યતિની સામાચારીને, સમ્યગ્ =અવિપરીત માર્ગથી, પાળે છે. અને તેનો ભાવ હોતે છતે=અવિવેકની સત્તા હોતે છતે, ઇતરનો= સ્વજનાદિનો, કરાયેલો પણ ત્યાગ પરલોકને આશ્રયીને વિફલ છે; કેમ કે અવિવેક છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
ભાવાર્થ :
અવિવેકનો ત્યાગ કરીને દીક્ષા ગ્રહણ કરનાર જીવ સાધુસામાચારીનું સમ્યક્ પાલન કરી શકે છે, અને અવિવેક છોડ્યો ન હોય તેવો જીવ સ્વજન, ધનાદિ સર્વ છોડીને સંયમ ગ્રહણ કરે, તોપણ પરલોકને અનુરૂપ એવી સાધુસામાચારી સમ્યક્ પાળી શકતો નથી; તેથી અવિવેકી જીવનો કરાયેલો પણ બાહ્યત્યાગ આત્માનું હિત કરનાર નથી.
અહીં વિશેષ એ છે કે, જેઓ અજ્ઞાનનો ત્યાગ કરે છે તેઓ સાધુસામાચારીના અંગભૂત એવી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાને સમ્યક્ ગ્રહણ કરી શકે છે, અને જ્યાં સુધી પોતે ગીતાર્થ ન થાય ત્યાં સુધી ગીતાર્થનિશ્રિત રહીને સાધુસામાચારીનું સમ્યક્ પાલન કરી શકે છે; તેથી અવિવેકના ત્યાગી જીવો પરલોકને આશ્રયીને ઉત્તમ ફળ મેળવે છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org