________________
૧૩૮
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૧-૯૪ ભાવાર્થ :
અન્ય વાદીઓ કહે છે કે સ્વજનાદિથી યુક્ત જીવો દીક્ષાને યોગ્ય છે, “વનનારિ" માં મારિ પદથી સંપત્તિ આદિનું ગ્રહણ કરવાનું છે, માટે જેઓ સ્વજન, સંપત્તિ વગેરેથી યુક્ત હોય, તેઓ જ ખરેખર પુણ્યશાળી છે; કેમ કે પૂર્વજન્મના પુણ્યના ઉદયથી જ સ્વજનાદિ મળે છે.
વળી, સ્વજનાદિથી યુક્ત જીવો પ્રવ્રજ્યાને યોગ્ય કેમ છે? તેમાં પૂર્વપક્ષી યુક્તિ બતાવે છે. વિદ્યમાન એવા સ્વજનાદિના ત્યાગથી જીવ ત્યાગી કહેવાય છે, પરંતુ જેનું કોઇ સ્વજન નથી અને જેની પાસે સંપત્તિ આદિ નથી, તેવા જીવે દીક્ષા લેતી વખતે શેનો ત્યાગ કર્યો છે? કે જેથી તે ત્યાગી કહી શકાય?
વળી, પૂર્વપક્ષી સ્વજન વગેરેથી રહિત જીવો દીક્ષાને અયોગ્ય કેમ છે? તેમાં વિશેષ યુક્તિ આપે છેકર્મના ઉદયથી જ જેઓ સ્વજન, ધનાદિથી રહિત હોવાને કારણે ભીખ માંગીને ભોજન કરનારા છે, તેઓ તુચ્છ સ્વભાવવાળા હોવાથી ઉદારચિત્તવાળા થઈ શકતા નથી; કેમ કે જેની પાસે કંઈ નથી અને ભીખ માંગીને પોતાનો જીવનનિર્વાહ કરે છે, તેને દાનાદિની ક્રિયા કરવાનો સંયોગ નહીં મળવાથી તે જીવનું ચિત્ત હંમેશાં ઉદારતા વગરનું હોય છે, અને અનુદાર ચિત્તવાળા જીવો દીક્ષાને અયોગ્ય છે; માટે સ્વજન, સંપત્તિ વગેરેથી યુક્ત જીવોને દીક્ષા આપવી જોઈએ.
અહીં “ગંભીર' શબ્દથી ગંભીર પ્રકૃતિનું ગ્રહણ નથી, પરંતુ દાનાદિ આપવારૂપ ઉદાર પ્રકૃતિનું ગ્રહણ છે. તેથી જ ગાથા-૯૨ ની ટીકામાં ગંભીરનો અર્થ ઉદારચિત્ત કર્યો છે.
વળી, સ્વજનાદિથી રહિત જીવો દીક્ષા ગ્રહણ કરે તો, તેઓનો લોકમાં સાધુ તરીકે આદર-સત્કાર થવાથી, આ ભવમાં પૂર્વ કરતાં અધિકતર અવસ્થાવિશેષને પામીને તુચ્છ આશયવાળા તેઓને પ્રાય: અહંકાર થાય છે, કે “હવે અમે જગતમાં મહાત્મા છીએ, માટે લોકોએ અમને આ રીતે આદર-સત્કાર આપવો જોઈએ”. અને લોકોને પણ એવું લાગે કે દીક્ષા લેનાર જીવો આવી ક્ષુદ્રપ્રકૃતિવાળા હોય છે. આમ, દરિદ્ર જીવોને દીક્ષા આપવાથી લોકમાં ધર્મનું લાઘવ થાય છે. તેથી સ્વજનાદિથી રહિત જીવોને દીક્ષા આપવી ઉચિત નથી.
વળી, તેઓની પાસે પૂર્વમાં પણ સ્વજન, સંપત્તિ કે ભોગસુખ ન હતાં, તેથી તેઓએ કાંઈ ત્યાગ કર્યો નથી; જયારે પ્રવ્રજયા તો ત્યાગરૂપ છે, એવું શાસ્ત્રનું વચન છે. માટે પણ સ્વજનાદિથી રહિત જીવોને દીક્ષા આપવી ઉચિત નથી. આ પ્રકારનો પૂર્વપક્ષનો આશય છે. ૯૧/૯૨/૯all અવતરણિકા :
एष पूर्वपक्षः, अत्रोत्तरमाह - અવતરણિકાઈ ?
આ=ગાથા-૯૧ થી ૯૩માં બતાવ્યો એ, પૂર્વપક્ષ છે. હવે અહીં=પૂર્વપક્ષના કથનમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે
ગાથા :
एवं पि न जुत्तिखमं विण्णेअं मुद्धविम्हयकरं तु । अविवेगपरिच्चाया चाई जं निच्छयनयस्स ॥९४॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org