________________
૧૩૫
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૯૦-૯૧ સ્વજનનો ત્યાગ શાસ્ત્રોક્ત વિધિ મુજબ કરે તો તે ઉચિત પ્રવૃત્તિ કરનાર હોવાથી સ્વજનને થતા શોકાદિમાં તેને પાપ થતું નથી, પરંતુ જો અવિધિથી દીક્ષા ગ્રહણ કરે તો પ્રવ્રજયા ગ્રહણ કરનાર પાલકને સ્વજનના શોકાદિથી પાપ થાય છે. I૯૦ણા
* સ્વજનત્યાગની કથનાદિ વિધિ પંચસુત્ર આદિ ગ્રંથો દ્વારા જાણવી.
અવતરણિકા :
ગાથા-૭૯ માં અન્ય વાદીઓનો મત બતાવેલ કે સ્વજનથી રહિત જીવો દીક્ષાને યોગ્ય છે. તેનું યુક્તિથી નિરાકરણ કરવા દ્વારા ગ્રંથકારે પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે વિધિપૂર્વક કરેલ સ્વજનનો ત્યાગ પાપનો હેતુ નથી. હવે અન્ય વાદીઓના બીજા મતને બતાવે છે
ગાથા :
अण्णे भणंति धन्ना सयणाइजुआ उ होंति जोग्ग त्ति ।
संतस्स परिच्चागा जम्हा ते चाइणो हुंति ॥ ९१॥ અન્વયાર્થ:
અને મviતિ અન્યો કહે છે- લયHફગુમ ૩થન્ના=સ્વજનાદિથી યુક્ત જ ધન્યો =(પ્રવ્રજ્યાને) યોગ્ય હાંતિ થાય છે, નહીં=જે કારણથી સંત=સના વિદ્યમાનના, પરિગ્લીIT=પરિત્યાગથી તે= તેઓ=સ્વજનાદિથી યુક્ત જીવો, વાળો ત્યાગી સુંતિ=થાય છે. » ‘ત્તિ' પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ :
અન્ય વાદીઓ કહે છે કે રવજનાદિથી યુક્ત જ ધન્ય જીવો પ્રવજ્યાને યોગ્ય છે, જે કારણથી વિધમાન એવા સ્વજનાદિના પરિત્યાગથી રવજનાદિથી યુક્ત જીવો ત્યાગી થાય છે. ટીકા : ___ अन्ये वादिनो भणन्ति अभिदधति, धन्या:-पुण्यभाजः स्वजनादियुक्ता एव-स्वजनहिरण्यादिसमन्विता एव भवन्ति योग्याः प्रव्रज्याया इति गम्यते, उपपत्तिमाह-सतो-विद्यमानस्य परित्यागात् स्वजनादेः यस्मात् कारणात्ते= स्वजनादियुक्ताः त्यागिनो भवन्ति, त्यागिनां च प्रव्रज्येष्यत इति गाथार्थः॥११॥ ટીકાર્ય :
અન્ય વાદીઓ કહે છે- સ્વજનાદિથી યુક્ત જ=સ્વજન, હિરણ્યાદિથી સમન્વિત જ, ધન્યોઃ પુણ્યશાળીઓ, પ્રવ્રયાને યોગ્ય થાય છે. તેમાં ઉપપત્તિને=સંગતિને, કહે છે- જે કારણથી સત્ એવા= વિદ્યમાન એવા, સ્વજનાદિના પરિત્યાગથી તેઓ સ્વજનાદિથી યુક્તો, ત્યાગી થાય છે, અને ત્યાગીઓની પ્રવ્રજ્યા ઈચ્છાય છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org