SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર / ગાથા ૮૯-૯૦ ભાવાર્થ : ગાથા-૮૮ માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સ્વજનના પરિત્યાગ કરતાં સ્વજનના પાલનથી થતા પ્રાણવધાદિ ગુરુતર પાપના હેતુઓ છે. ત્યાં પૂર્વપક્ષ કહે છે કે એ રીતે પણ સ્વજનનો ત્યાગ અલ્પતર પણ પાપનો હેતુ જ સિદ્ધ થાય છે. આથી ધર્મ કરવા માટે ઉઘતમતિવાળા એવા પ્રવ્રજ્યાની ઈચ્છાવાળાને પણ અલ્પ પાપ કેમ નહીં લાગે ? અર્થાત્ લાગશે જ. ॥૮॥ અવતરણિકા : अत्रोत्तरमाह - અવતરણિકાર્ય : અહીં=પૂર્વગાથામાં પૂર્વપક્ષીએ સ્થાપન કર્યું કે તમારા કથન પ્રમાણે પણ દીક્ષા લેનારને સ્વજનના ત્યાગમાં અલ્પતર પાપની તો પ્રાપ્તિ થશે જ, તેથી સ્વજનનો ત્યાગ કરવો ઉચિત નથી. એ કથનમાં ગ્રંથકાર ઉત્તરને કહે છે ગાથા : अवगमेण भणिअं ण उ विहिचाओऽवि तस्स हेउ त्ति । सोगाइंमि वि तेसिं मरणे व विसुद्धचित्तस्स ॥ ९०॥ Jain Education International ૧૩૩ અન્વયાર્થ : અમુવમેળ મળિયં=અભ્યપગમ દ્વારા કહેવાયું=સ્વજનના ત્યાગ કરતાં પ્રાણવાદિમાં ગુરુતર દોષ કહેવાથી સ્વજનના ત્યાગમાં અલ્પતર દોષ સિદ્ધ થાય; પરંતુ તે ગ્રંથકારને માન્ય નથી, તોપણ સ્વજનના ત્યાગમાં સ્વજનને શોકાદિ પીડા થશે, એ રૂપ અલ્પ દોષ સ્થૂલથી દેખાય છે, તેથી ગાથા-૮૩ વગેરેમાં સ્વીકારવા દ્વારા કહેવાયું છે. વિશુદ્ધચિત્તK ૩=વળી વિશુદ્ધચિત્તવાળાના મળે=મરણમાં સિં=તેઓને= સ્વજનોને, સોગાકૃમિ વિ વ=શોકાદિ થયે છતે પણ જેમ (મરણ પામનારને અલ્પ પણ દોષ નથી, તેમ) વિહિવાઓવિ=(સ્વજનનો) વિધિથી ત્યાગ પણ તF=તેનો=પાપનો, હે =હેતુ નથી. * ‘ત્તિ' કથનની સમાપ્તિ માટે છે. ગાથાર્થ : ગાથા-૮૮ માં ગ્રંથકારે સ્થાપન કર્યું કે સ્વજનના ત્યાગ કરતાં પ્રાણવધાદિમાં ગુરુતર દોષ છે, તેથી સ્વજનના ત્યાગમાં અલ્પતર દોષ સિદ્ધ થાય; પરંતુ તે વાત ગ્રંથકારને માન્ય નથી, તોપણ પૂર્વપક્ષીએ ગાથા-૮૦માં કહેલું કે સ્વજનના ત્યાગમાં સ્વજનને શોકાદિ પીડા થશે, તેનો દોષ પાલકને લાગશે, એ રૂપ દોષ સ્વીકારીને ગ્રંથકાર દ્વારા ગાથા-૮૩ વગેરેમાં કહેવાયું છે. વળી રાગાદિથી રહિત જીવના મરણમાં સ્વજનોને શોકાદિ થાય, તોપણ જેમ મરણ પામનારને અલ્પ પણ દોષ નથી, તેમ સ્વજનનો વિધિથી ત્યાગ પણ પાપનો હેતુ નથી. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy