SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવ્રજ્યાવિધાનવસ્તુક ‘કેભ્યઃ' દ્વાર / ગાથા ૮૮-૮૯ સ્વજનના પાલનમાં અલ્પ દોષ સિદ્ધ થતો નથી, તે કારણથી સ્વજનના ત્યાગ કરતાં સ્વજનના પાલનથી થતો આરંભ ગુરુતર દોષ છે એમ સિદ્ધ થાય છે. તેથી જ ગાથા-૮૨ માં બતાવ્યું કે સ્વજનના પાલનમાં નિયમથી પ્રાણવધાદિ થાય છે, એ લોકમાં પણ પ્રગટ છે. આથી સ્વજનથી વિરહિત જીવો પ્રવ્રયાને યોગ્ય છે, એ પ્રકારનું ગાથા-૭૯માં બતાવેલ અન્ય વાદીઓનું કથન અનુચિત છે. II૮૮॥ અવતરણિકા : ૧૩૨ अत्राह અવતરણિકાર્ય : અહીં=ગાથા-૮૮ માં સ્થાપન કર્યું કે સ્વજનના ત્યાગ કરતાં પ્રાણવાદિમાં મોટો દોષ છે એ કથનમાં, પૂર્વપક્ષી કહે છે ગાથા : एवं पि पावहेऊ अप्पयरो णवर तस्स चाउ त्ति । सो कह ण होइ तस्सा धम्मत्थं उज्जयमइस्स ? ॥ ८९ ॥ અન્વયાર્થ : i પિ=આ રીતે પણ=પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે પ્રાણવધાદિમાં ગુરુતર દોષ છે એ રીતે પણ, ગવર =ખરેખર તા= F=તેનો=સ્વજનનો, ઓ=ત્યાગ અપ્પયો=અલ્પતર પાવહે=પાપહેતુ છે. ત્તિ=એથી ધમ્મતૢ=ધર્મના અર્થે ન્નયમટ્ટમ્સ તસ્મા=ઉઘતમતિવાળા તેને=પ્રવ્રજ્યા લેવાની ઇચ્છાવાળાને, મો=તે =પાપનો હેતુ, ન્હ ળ હોફ?=કેવી રીતે ન થાય ? ગાથાર્થ : પૂર્વગાથામાં સ્થાપન કર્યું કે પ્રાણવધાદિમાં ગુરુતર દોષ છે, એ રીતે પણ ખરેખર સ્વજનનો ત્યાગ અલ્પતર પાપનો હેતુ છે, એથી ધર્મને માટે ઉઘતમતિવાળા પ્રવ્રજ્યા લેવાની ઇચ્છાવાળાને અલ્પ પાપ કેમ નહીં થાય ? ટીકા : एवमपि पापहेतुरेव अल्पतरो नवरं तस्य = स्वजनस्य त्याग:, इति स = पापहेतुः कथं न भवति तस्य = प्रविव्रजिषोः धर्म्मार्थमुद्यतमतेः ? भवत्येवेति गाथार्थः ॥ ८९ ॥ ટીકાર્ય : આ રીતે પણ ખરેખર તેનોસ્વજનનો, ત્યાગ અલ્પતર પાપનો હેતુ જ છે. એથી કરીને ધર્મના અર્થે ઉદ્યત છે મતિ જેની એવા તેનેપ્રવ્રજ્યાની ઇચ્છાવાળાને, કેવી રીતે તે = પાપનો હેતુ, નહીં થાય? અર્થાત્ થાય જ, એ પ્રમાણે ગાથાનો અર્થ છે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy