________________
૧૨.
પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૫ =પાલક પ્રવ્રયા લઈ લે તો સ્વજનનું કર્મ ફળ નહીં આપે? (અર્થાતુ આપશે.) તાકતે કારણથી નૂUT= અવશ્ય તેTeતેના વડેઃસ્વજન વડે, મUાપાનનો વિર=અન્ય પાલકને યોગ્ય જ તે તે=કર્મ, યે =કરાયું છે. ગાથાર્થ :
કદાચ આ પ્રમાણે પૂર્વપક્ષી માને કે દીક્ષા લેનાર અમારો પાલક થાય, એ પ્રમાણે વજન વડે કર્મ બંધાયું છે, એથી પાલકે દીક્ષા લેવી ઉચિત નથી, છતાં તે દીક્ષા લે તો ગુરુતર દોષ થાય; તેને ગ્રંથકાર કહે છે કે પાલક પ્રવજ્યા લઇ લે તો સ્વજનનું કર્મ ફળ નહીં આપે? અથતિ આપશે. સ્વજને બાંધેલું કર્મ અવશ્ય ફળ આપશે, તે કારણથી સ્વજનઃ વડે અન્ય પાલકને યોગ્ય જ કર્મ કરાયેલું છે. ટીકા : ___ स्याद् इत्यथैवं मन्यसे, तेन-स्वजनेन कृतं कर्म-अदृष्टं, किं फलमित्याह-एष प्रविव्रजिषुः नः= अस्माकं पालक इत्येवं फलम्, ટીકાર્ય :
હવે આ પ્રમાણે તું માને, તેના વડેઃસ્વજન વડે, કર્મ=અદષ્ટ, કરાયું છે, કેવા ફળવાળું કર્મ છે? એથી કહે છે-આ=પ્રવજ્યાની ઈચ્છાવાળો, અમારો પાલક થાય, એવા પ્રકારના ફળવાળું કર્મ છે. ભાવાર્થ :
સ્વજનના ત્યાગમાં ગુરુતર દોષ આપવા માટે પૂર્વપક્ષી આ પ્રમાણે કહે કે આ પ્રવ્રજયા લેવાની ઈચ્છાવાળો સ્નેહીજન અમારો પાલક થાય તેવું કર્મ તેના સ્વજને બાંધેલું છે, તેથી જો તે પાલક સ્નેહીજન દીક્ષા લઇ લે તો સ્વજનને જે કદર્થના થાય તે સર્વનું પાપ પ્રવ્રયા લેનાર પાલકને પ્રાપ્ત થાય, માટે સ્વજનના ત્યાગમાં મોટો દોષ છે. ટીકા :
अत्रोत्तरं-किं न भवति ? कर्मणः स्वफलदानात्, ટીકાર્ય :
અહીં ઉપરમાં બતાવેલ પૂર્વપક્ષીના કથનમાં, ઉત્તર આપે છે – શું કરેલ કર્મનું ફળ નહીં થાય? અર્થાતું ફળ થશે જ; કેમ કે કર્મથી સ્વના ફળનું દાન છેઃપ્રાપ્તિ છે. ભાવાર્થ :
તેને ગ્રંથકાર ઉત્તર આપે છે કે સ્વજને બાંધેલું કર્મ શું સ્વજનને ફળ નહીં આપે ? અર્થાત્ આપશે જ; કેમ કે કર્મ પોતાનું ફળ અવશ્ય આપે છે. ટીકા :
न च भवति,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org