________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૪
૧૨૫
*‘દુ' વાક્યાલંકારમાં છે. ગાથાર્થ :
અથ થી ગ્રંથકાર કહે છે. આ પ્રમાણે તું માને છે કે સ્વજનની જ પીડા એ વિશેષહેતુ છે, તો સ્વજનના પાલનમાં શું અન્ય જીવોને પીડા નથી? કદ થી પૂર્વપક્ષી કહે છે કે વજનના પાલનમાં જેઓની હિંસાદિ થાય છે તેઓ પારકા વગેરે છે. તેનો ગ્રંથકાર ઉત્તર આપે છે કે પરમાર્થની ચિંતામાં વજન પણ પારકા વગેરે જ છે.
ટીકા : ____ अह इत्यथैवं मन्यसे-तस्यैव तु स्वजनस्य पीडा विशेषहेतुरिति, अनोत्तरमाह-किं नो अन्येषां सत्त्वानां पालने तस्य पीडा? पीडैवेति भावः। अथ ते परादय इति अपरे आदिशब्दादेकेन्द्रियादयश्च, अत्रोत्तरम्असावपि स्वजनः स्वतत्त्वचिन्तायां=परमार्थचिन्तायां एवमेव परादिरेव, अनित्यत्वात् संयोगस्येति गाथार्थः ૮8L
પર:' માં મા પદથી એકેન્દ્રિયાદિનું ગ્રહણ કરવાનું છે. તેથી એ પ્રાપ્ત થાય કે સ્વજનના પાલનમાં જે જીવોની હિંસા થાય છે, તે જીવો જેમ પર છે અને એકેન્દ્રિયાદિ છે, તેમ પરમાર્થની વિચારણામાં વજન પણ પર જ છે અને પંચેન્દ્રિય છે. ટીકાર્ય :
હવે આ પ્રમાણે તું માને છે કે “તેની જ=સ્વજનની જ, પીડા વિશેષહેતુરૂપ છે.' ‘રૂતિ' પૂર્વપક્ષીના કથનની સમાપ્તિ અર્થે છે. અહીં=પૂર્વપક્ષીના કથનમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે-તો શું તેના સ્વજનના, પાલનમાં અન્ય સત્ત્વોનેકસ્વજન સિવાયના બીજ જીવોને, પીડા નથી થતી? પીડા થાય જ, એ પ્રકારનો ભાવ છે. - હવે પૂર્વપક્ષી કહે છે કે તેઓ=સ્વજનના પાલનમાં જેઓના પ્રાણવધાદિ થાય છે તેઓ, પરાદિ છેઃ અપર છે, અને માત્ર શબ્દથી એકેન્દ્રિયાદિ છે. અહીં પૂર્વપક્ષીના કથનમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે-આ પણ સ્વજન પણ, સ્વતત્ત્વની ચિંતામાં=પરમાર્થની ચિંતામાં, આ રીતે જ છે=પરાદિ જ છે; કેમ કે સંયોગનું અનિત્યપણું છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
પૂર્વગાથામાં ગ્રંથકારે પૂર્વપક્ષીને પૂછયું કે સ્વજનના પાલનથી થતી હિંસા વગેરે કરતાં સ્વજનના ત્યાગથી સ્વજનને થતી પીડા અધિક દોષવાળી છે, એમ તમે કહો છો તો તેમાં વિશેષહેતુ શું છે? તો પૂર્વપક્ષી જવાબ આપે છે કે સ્વજનને જે પીડા થાય છે એ જ વિશેષહેતુ છે. તો ગ્રંથકાર કહે છે કે સ્વજનના પાલનમાં અન્ય જીવોને પીડા નથી થતી? અર્થાતુ અન્ય જીવોને પણ પીડા થાય જ છે. આથી સ્વજનને થતી પીડા મોટી અને અન્ય જીવોને થતી પીડા નાની, એમ કઈ રીતે કહી શકાય ? તેના જવાબરૂપે પૂર્વપક્ષી કહે છે –
સ્વજનના પાલનમાં જે જીવોની હિંસાદિ થાય છે તે જીવો સ્વજન નથી, પરંતુ પરજન છે અને એકેન્દ્રિયાદિ છે. આથી તેઓને થતી પીડા કરતાં સ્વજનને થતી પીડા અધિક દોષવાળી છે. તેને ગ્રંથકાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org