________________
પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૨-૮૩ *
૧૨૩
ટીકાર્ય :
જે કારણથી આરંભ વગર તેનું=સ્વજનનું, પાલન સંભવતું નથી, અને તે આરંભમાં પ્રાણવધાદિ નિયમથી થાય છે, એ લોકમાં પણ પ્રગટ છે. એ પ્રમાણે ગાથાર્થ છે.
ભાવાર્થ :
સ્વજનના ત્યાગથી પાપ થાય એમ પૂર્વપક્ષી કહે છે, પરંતુ સ્વજનનું પાલન આરંભ વગર સંભવતું નથી અને આરંભમાં પ્રાણવધાદિ નિયમથી થાય છે એ વાત લોકમાં પણ પ્રગટ છે, તે કારણથી સ્વજનના પાલનથી પણ પ્રાણવધારિરૂપ પાપ થાય છે, એ પ્રમાણે પૂર્વપક્ષીએ વિચારવું જોઇએ. l૮૨ા
ગાથા :
अण्णं च तस्स चाओ पाणवहाई व गुरु तरा होज्जा।
जइ ताव तस्स चाओ को एत्थ विसेसहेउ त्ति ? ॥८३॥ અન્વયાર્થ :
મur ā=અને અન્ય (ગ્રંથકાર કહે છે-) ત=તેનોનસ્વજનનો, વીડિયો–ત્યાગ પાખવા =અથવા પ્રાણવધાદિ ગુરુતર=ગુરુતર રોm=થાય. ગટ્ટ=જો તeતેનો=સ્વજનનો, રાત્રત્યાગ (ગુરુતર છે, એમ પૂર્વપક્ષી કહે તો) પી=અહીં વિલિહેકો વિશેષહેતુ કયો છે? ત્તિ એ પ્રકારે (ગ્રંથકાર પૂર્વપક્ષીને પૂછે છે.)
* ‘તાવ' વાક્યાલંકારમાં છે.
ગાથાર્થ :
અને ગ્રંથકાર પૂર્વપક્ષીને બીજું કહે છે કે વજનનો ત્યાગ અથવા પ્રાણવધાદિ ગુરુતર થાય, એમ બે વિકલ્પો છે. જો વજનનો ત્યાગ ગુરુતર છે, એમ પૂર્વપક્ષી કહે તો એમાં વિશેષહેતુ શું છે? એ પ્રકારે ગ્રંથકાર પૂર્વપક્ષીને પૂછે છે. ટીકા :
___ अन्यच्च-तस्य स्वजनस्य त्यागः प्राणवधादयो वा पापचिन्तायां गुरुतरा भवेयुरिति विकल्पो, किं चात इत्याह-यदि तावत् तस्य स्वजनस्य त्यागो गुरु तर इत्यत्राह-कोऽत्र विशेषहेतुरिति, यतोऽयमेवेति માથાર્થ: I૮રૂા.
ટીકાર્ય :
ચશ્વ વિકલ્પ અને બીજું- પાપની ચિંતામાં વિચારણામાં, તેનો-સ્વજનનો, ત્યાગ ગુરુતર થાય અથવા પ્રાણવધાદિ ગુરુતર થાય, એ પ્રકારે બે વિકલ્પ છે.
હિં વાતાદ-અને આનાથી શું?=બે વિકલ્પથી શું? એથી કહે છે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org