SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૧-૮૨ વળી, પૂર્વપક્ષીને ગ્રંથકાર કહે છે કે પ્રાણવધાદિ પાપના હેતુ જ છે, એમ પણ તું માને છે, તો તારે | વિચારવું જોઈએ કે સ્વજનના પાલનમાં આરંભનો યોગ હોવાથી પ્રાણવધાદિ નથી થતા? અર્થાત્ થાય જ છે. માટે પ્રાણવધાદિ મોટા પાપથી બચવા માટે સ્વજનત્યાગ વગર બીજો કોઈ ઉપાય નથી. I૮૧ અવતરણિકા : एतदेव प्रकटयन्नाह - અવતરણિકાર્ય : આને જ = પૂર્વગાથામાં ગ્રંથકારે કહ્યું કે સ્વજનના પાલનમાં પ્રાણવધાદિપાપોનહીંથાય? એ વાત પૂર્વપક્ષીએ વિચારવી જોઇએ એને જ, પ્રગટ કરતાં કહે છે અર્થાત્ સ્વજનના પાલનમાં થતા પ્રાણવધાદિ પાપો સ્પષ્ટ છે, તે બતાવતાં કહે છેગાથા : आरंभमंतरेणं ण पालणं तस्स संभवइ जेणं । तंमि अ पाणवहाई नियमेण हवंति पयडमिणं ॥८२॥ અન્વયાર્થ : નેvi=જે કારણથી આરંભમંતરેvi=આરંભ વગર તeતેનું=સ્વજનનું, પતિ જ મવડું પાલન સંભવતું નથી, તમિ =અને તેમાં=આરંભમાં, પામવહારું=પ્રાણવધાદિ નિયા =નિયમથી વંતિક થાય છે, રૂપાંત્રએ (લોકમાં પણ) પથ૬=પ્રગટ છે. (તે કારણથી સ્વજનના પાલનમાં પાપ થાય કે નહીં? એ પૂર્વપક્ષીએ વિચારવું જોઈએ.) ‘ને ' નો અન્વય ગાથા-૮૧ ના અંતે રહેલ “રૂપ તિ ' સાથે છે. ગાથાર્થ : જે કારણથી આરંભ વગર રવજનનું પાલન સંભવતું નથી અને આરંભમાં પ્રાણવધાદિ નિયમથી થાય છે, એ લોકમાં પણ પ્રગટ છે, તે કારણથી સ્વજનના પાલનમાં પ્રાણવધાદિ થાય કે નહીં? એ પૂર્વપક્ષીએ વિચારવું જોઈએ. ટીકા : __ आरम्भमन्तरेण न पालनं तस्य-स्वजनस्य सम्भवति येन, तस्मिंश्च आरम्भे प्राणवधाद्या नियमेन भवन्ति, प्रकटमिदं लोकेऽपीति गाथार्थः॥ ८२॥ * “નોર''માં ‘પ' થી એ કહેવું છે કે લોકોત્તર એવા જિનશાસનમાં તો આ પ્રગટ છે જ, પરંતુ લોકમાં પણ આ પ્રગટ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy