________________
૧૨૦
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૮૦-૮૧
ગાથાર્થ :
દુખી થયેલા સ્વજન જે શોક, આક્રંદ, વિલાપ અને તાડનાદિ કરે છે, અને પ્રવૃજ્યાભિમુખ થયેલ પાલક વગર જે અકાર્ચ સેવે છે, એ દોષ જે સ્વજનને છોડીને પ્રવજ્યા સ્વીકારે છે, તેને થાય છે. ટીકા :
शोकमाक्रन्दनं विलपनं च चशब्दादन्यच्च ताडनादि यद् दुःखितः तक इत्यसौ स्वजन: करोति, सेवते यच्चाकार्यं शीलखण्डनादि तेन विना तेनेति पालकेन प्रव्रज्याभिमुखेन, तस्यासौ दोष इति यः स्वजनं विहाय प्रव्रज्यां प्रतिपद्यत इति गाथार्थः॥ ८०॥ ટીકાર્ય
દુઃખી થયેલા તે=આ સ્વજન, જે શોક, આક્રંદન, વિલપન અને ર શબ્દથી બીજું તાડનાદિ કરે છે, અને તેના વિના=પ્રવ્રયાને અભિમુખ એવા પાલક વિના, શીલખંડનાદિ જે અકાર્ય સેવે છે, એ દોષ તેને છે=જે સ્વજનને છોડીને પ્રવજયા સ્વીકારે છે. તેને તે સર્વનું પાપ લાગે છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
વળી, બીજા વાદીઓ એમ કહે છે કે ભાઈ આદિ સંબંધ વગરના જીવો જ પ્રવ્રયાને યોગ્ય છે; કેમ કે સંસારમાં રહેલ વ્યક્તિએ પોતાના સ્વજનનું પાલન કરવું જોઇએ, માટે સ્વજનનો ત્યાગ કરવો, એ પાપરૂપ જ છે.
વળી, બીજા પણ દોષો બતાવે છે કે, જો સ્વજનવાળી વ્યક્તિ દીક્ષા ગ્રહણ કરે તો તેનો સ્વજનવર્ગ શોક કરે, આક્રંદ કરે, વિલાપ કરે, તાડન વગેરે કરે, જેથી તેઓ દુઃખી થાય છે. વળી પાલકના અભાવને કારણે સ્વજનવર્ગ શીલખંડનાદિ અકાર્યો પણ કરે, એ સર્વ દોષ પ્રવ્રજયા ગ્રહણ કરનાર એવા પાલકને થાય છે. માટે જેનું કોઈ સ્વજન ન હોય તે વ્યક્તિએ સંયમ ગ્રહણ કરવું ઉચિત છે. // ૭૯૮૦ | અવતરણિકા :
एष पूर्वपक्षः, अत्रोत्तरमाह - અવતરણિકાર્ય :
આ =ગાથા ૭૯-૮૦માં બતાવ્યો એ, પૂર્વપક્ષ છે, અહીં = પૂર્વપક્ષની યુક્તિમાં, ગ્રંથકાર ઉત્તરને કહે છે
ગાથા :
इअ पाणवहाईआ ण पावहेउ त्ति? अह मयं तेऽवि ।
णणु तस्स पालणे तह ण होंति ते? चिंतणीअमिणं ॥८१॥ અન્વયાર્થ :
રૂ=આ રીતે (સ્વજનના ત્યાગથી દોષ હોતે છતે શું) પાળવાર્ફ પાવધે ?=પ્રાણવધાદિ પાપના હેતુ નથી? =હવે તેવિ=તેઓ પણ=પ્રાણવધાદિ પણ, મયં= (પાપનું કારણ જ) મનાયેલ છે, (તો)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org