________________
૧૧૪
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ” દ્વાર | ગાથા ૦૫-૦૬ (૧) ગૃહસ્થો દ્વારા અપાયેલ અન્નાદિથી સાધુઓની થતી જીવનનિર્વાહની ક્રિયાને ઉપજીવના કહેવાય. (૨) સાધુઓને અન્નાદિના દાન દ્વારા જિવાડનાર હોવાથી ગૃહસ્થો ઉપજીવ્ય કહેવાય.
(૩) ગૃહસ્થો ઉપર જીવતા હોવાથી સાધુઓ ઉપજીવક કહેવાય. ભાવાર્થ :
ગૃહસ્થો પર જીવતા હોવાથી સાધુ ઉપજીવક છે, અને સાધુને જીવનનિર્વાહની સામગ્રી ગૃહસ્થો પૂરી પાડે છે, આથી જીવનનિર્વાહની સામગ્રી આપવારૂપ ઉપજીવનકૃત પ્રાધાન્ય ઉપજીવ્ય એવા ગૃહસ્થોને છે, એ પ્રમાણે પૂર્વપક્ષી માને છે. તેને ગ્રંથકાર કહે છે કે ખેડૂત હળ દ્વારા પૃથિવી ખેડે છે અને તે પૃથિવી ખેડવામાં પાણીની આવશ્યકતા છે. તેથી હળાદિ ચાર પદાર્થો ગૃહસ્થને ધાન્યની પ્રાપ્તિ કરાવે છે, માટે ગૃહસ્થ પણ આ ચાર પદાર્થો પર જીવતા હોવાથી ગૃહસ્થ કરતાં આ ચારેય પદાર્થો વધારે પ્રશંસાપાત્ર થશે.
આમ, ગૃહસ્થો સાધુને અન્નાદિ આપતા હોવાથી સાધુ કરતાં ગૃહાશ્રમ શ્રેષ્ઠ માનીએ તો ગૃહસ્થને હળાદિ ચાર પદાર્થો ધાન્ય આપતા હોવાથી ગૃહસ્થ કરતાં હળાદિ શ્રેષ્ઠતર માનવા પડે. // ૭૫TI ગાથા :
सिअ णो ते उवगारं करेमु एतेसिं धम्मनिरयाणं।
एवं मन्नंति तओ कह पाहण्णं हवइ तेसिं? ॥७६॥ અન્વયાર્થ : - સિ=કદાચ (પૂર્વપક્ષી આશંકા કરે કે) થર્મોનરયાઈf =ધર્મનિરત એવા આમનોકગૃહસ્થોનો, ૩વારંsઉપકાર મુ=અમે કરીએ છીએ', á=એ પ્રમાણે તેeતેઓ=હળાદિ, મન્નતિ માનતા નથી. તોતે કારણથી તેffeતેઓનું કહળાદિનું, પહUVi=પ્રાધાન્ય #દ હવે?=કેવી રીતે થાય?
ગાથાર્થ :
કદાચ પૂર્વપક્ષી આશંકા કરે કે “ધર્મમાં રક્ત એવા ગૃહસ્થોનો અમે ઉપકાર કરીએ છીએ', એ પ્રમાણે હળાદિ જાણતા નથી, તે કારણથી હળાદિનું પ્રાધાન્ય કેવી રીતે થાય? ટીકા : - स्यात् इत्याशङ्कायाम्, अथैवं मन्यसे-नो ते हलादय एवं मन्यन्त इति योगः, मन्यन्ते-जानन्ति, कथं न मन्यन्ते ? इत्याह-उपकारं कुर्मो धान्यप्रदानेन एतेषां धर्मनिरतानां गृहस्थानामिति, यतश्चैवं ततः कथं प्राधान्यं भवति तेषां =हलादीनामिति ? नैव प्राधान्यं, तथा मननाभावादिति गाथार्थः।। ७६॥
ટીકાર્ય :
ચાત્ એ પ્રકારનું પદ આશંકામાં છે. ગ્રંથકાર પૂર્વપક્ષીને કહે છે- હવે તું આ પ્રમાણે માને છે, શું? તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org