SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૩ ૧૧૧ ટીકા : ___ यस्मादेवं तस्मात्सिद्धमेतत्, जघन्यतो भणितवयोयुक्ताः अष्टवर्षा योग्या प्रव्रज्यायाः, उत्कृष्टतोऽनवकल्पो योग्यः, अवकल्पमधिकृत्याह-भजना संस्तारकश्रामण्ये, कदाचिद्भावितमतिरवकल्पोऽपि संस्तारकः श्रमणः क्रियत इति गाथार्थः॥७३॥ ટીકાર્ય : જે કારણથી આમ છે = ગાથા-પર થી ૭૩માં બતાવ્યું એમ છે, તે કારણથી આ સિદ્ધ થયું. જઘન્યથી ભણિતવયથી યુક્તો = આઠ વર્ષવાળાઓ, વ્રયાને યોગ્ય છે, ઉત્કૃષ્ટથી અનવકલ્પ=અત્યંત વૃદ્ધ ન હોય તેવો જીવ, યોગ્ય છે. અવકલ્પને અધિકરીને=અત્યંત વૃદ્ધ જીવને આશ્રયીને, કહે છે- સંસ્મારકસંબંધી શ્રમણ્યમાં ભજના છે. તે ભજના સ્પષ્ટ કરે છે- ક્યારેક ભાવિત છે મતિ જેની એવો અવકલ્પ પણ=અત્યંત વૃદ્ધ પણ, સંસ્મારક શ્રમણ કરાય છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ગાથા-પર થી પ૬ માં પરના અભિપ્રાયનું ઉદ્દભાવન કરીને તેનું ગાથા-પ૭ થી ૭ર માં નિરાકરણ કર્યું. તેથી એ સિદ્ધ થયું કે જઘન્યથી આઠ વર્ષની વયવાળા જીવો અને ઉત્કૃષ્ટથી અત્યન્ત વૃદ્ધ ન હોય તેવા જીવો દીક્ષાને યોગ્ય છે. વળી ભાવિતમતિવાળા એવા અત્યંત વૃદ્ધને પણ ક્યારેક સંથારામાં દીક્ષા અપાય છે, પરંતુ તે સિવાય અત્યંત વૃદ્ધને દીક્ષા આપવાનો નિષેધ છે. વિશેષાર્થ : સંસારમાં ચિત્રપ્રકારની પ્રકૃતિવાળા જીવો હોય છે. તેથી ગુણસંપન્ન પણ જીવને ક્યારેક વયને કારણે કામાદિ વિકારો થવાની સંભાવના રહે છે. માટે બાલ્યકાળમાં યોગ્ય દેખાતા પણ જીવને યુવાનીમાં વિકારો થઇ શકે છે, માટે બાલ્યકાળમાં દીક્ષા લેનાર જીવ યુવાનીમાંથી દોષો વગર પસાર થઈ શકશે કે નહીં? તેની પણ વિચારણા દીક્ષા આપતાં પહેલાં ગુરુ માટે કરવી આવશ્યક છે; કેમ કે પૂર્વપક્ષીનું કથન સર્વથા અસંગત નથી, પરંતુ કોઈક નયની દૃષ્ટિથી સંગત છે; છતાં પૂર્વપક્ષી પોતાની વાતને એકાંતે વ્યાપક બનાવીને અતીતવયવાળાને જ દીક્ષાના અધિકારી કહે છે, તે ઉચિત નથી. આમ, બાલ્યકાળમાં દીક્ષા લેનાર વ્યક્તિની યૌવનકાળમાં પણ સંયમનિર્વાહ કરવાની વિશેષ યોગ્યતા હોય અને તે સત્શાસ્ત્રોનો અભ્યાસ કરીને ભાવિતમતિવાળો બનશે તેમ જણાતું હોય, તો બાલને દીક્ષા આપવી ઉચિત છે; અને સંસારથી વિરક્ત થયેલા અતીતવયવાળાને પણ વારંવાર વિકારો સતાવતા હોય અને સંયમ લીધા પછી પણ તેને ભોગવેલા ભોગોની સ્મૃતિ વગેરે દોષો થાય તેમ જણાતું હોય તો, તેવા ભુક્તભોગીને પણ દીક્ષા આપવી વિચારણીય છે. વળી, કોઇક જીવ બાલ્યવયમાં દીક્ષા ગ્રહણ કરી હોય તો સંયમમાં સારી રીતે સ્થિર થઈ શકે તેવો હોય, તો કોઇક જીવ અતીતવયમાં દીક્ષા ગ્રહણ કરી હોય તો સંયમ સારું પાળી શકે તેવો હોય; માટે ચિત્ર પ્રકારના કર્મોવાળા જીવોના વયને આશ્રયીને અનેક વિકલ્પો થઈ શકે છે; અને તે વિકલ્પો ઉચિત રીતે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy