________________
૧૧૦
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૨-૦૩
ભાવાર્થ :
બાલપણાથી માંડીને જિનવચનથી ભાવિતમતિવાળા અભુક્તભોગીઓને વૈરાગ્યનો સંભવ હોવાથી અને આ ભવમાં ભોગો ભોગવ્યા નહીં હોવાને કારણે પ્રાયઃ કરીને કૌતુકાદિ દોષો થતા નથી.
અહીં ‘પ્રાય:’ શબ્દથી એ કહેવું છે કે જિનવચનથી ભાવિત હોવા છતાં ક્વચિત્ બલવાન કર્મનો ઉદય થાય કે બલવાન નિમિત્ત પ્રાપ્ત થાય તો, અભુક્તભોગીઓને પણ કૌતુકાદિ દોષો થઇ શકે છે; તોપણ જેણે બાલ્યકાળથી સંયમગ્રહણ કરેલ છે, દીક્ષા લીધા પછી જિનવચનનો નિત્ય અભ્યાસ કરવાથી જેની મતિ ભગવાનના વચનથી ભાવિત થયેલી છે, અને ભાવિતમતિ હોવાને કારણે સંસારના સ્વરૂપને જે સારી રીતે જોઇ શકે છે, અને આ ભવમાં પણ પૂર્વે જેણે વિષયોનું સેવન કર્યું નથી, તેવા જીવને વિષયસેવનના સંસ્કારો નહીં હોવાના કારણે ભોગો તરફ ચિત્ત જાય તેવી શક્યતા નહિવત્ હોય છે. તેથી અતીતવયવાળા જીવો કરતાં બાલભાવવાળા જીવોને દીક્ષા આપવી વધારે ઉચિત છે. II ૭૨ II
અવતરણિકા :
उपसंहरन्नाह -
અવતરણિકાર્ય :
ગાથા-૩૨ થી ૩૭ માં દીક્ષાયોગ્ય જીવોના ગુણો બતાવ્યા, ત્યારપછી ગાથા-૫૦ માં દીક્ષા ગ્રહણ કરવા માટે યોગ્ય વય બતાવી, ત્યારપછી વયના વિષયમાં ગાથા-૫૧ થી ૫૬ માં અન્યમતના અભિપ્રાયો બતાવીને તે સર્વનું ગાથા-૫૭ થી ૭૨ માં નિરાકરણ કર્યું, હવે તે સર્વનો ઉપસંહાર કરતાં ગ્રંથકાર કહે છે
ગાથા :
અન્વયાર્થ :
તદ્દા=તે કારણથી સં=આ=હવે કહે છે એ, સિદ્ધ સિદ્ધ થયું. નદ્દાઓ=જધન્યથી મળિયવવનુ =ભણિતવયથી યુક્ત=ગાથા-૫૦ માં કહેવાયેલ આઠ વર્ષની ઉંમરવાળા જીવો, નો=યોગ્ય છે. (અને) ોસ=ઉત્કૃષ્ટથી અળવજ્ઞે=અનવકલ્પ=અત્યંત વૃદ્ધ ન હોય તેવો જીવ, (યોગ્ય) છે. સંથારસામણે= સંસ્તારકસંબંધી શ્રમણપણામાં મયા=ભજના છે=વિકલ્પ છે.
* ‘૩’ પાદપૂર્તિ માટે છે.
ગાથાર્થ :
तम्हा सिद्धमेअं जहण्णओ भणियवयजुआ जोग्गा । उक्कोस अणवगल्लो भयणा संथारसामण्णे ॥ ७३ ॥
તે કારણથી એ સિદ્ધ થયું કે જઘન્યથી આઠ વર્ષની વયવાળા અને ઉત્કૃષ્ટથી અનત્યન્ત વૃદ્ધ જીવો પ્રવ્રજ્યાને યોગ્ય છે અને કયારેક ભાવિતમતિવાળો અત્યંત વૃદ્ધ જીવ પણ સંસ્તારક શ્રમણ કરાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org