SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તક / “કેભ્યઃ' દ્વાર | ગાથા ૦૧-૦૨ ૧૦૯ ભૂતકાળમાં અનુભવેલ સુખનું સ્મરણ બળવાન બને તેથી મુક્તભોગીઓને દીક્ષા આપવી વિશેષ રીતે જોખમી બને. આનાથી બાળકને જ દીક્ષા અપાય કે યુવાનને જ દીક્ષા અપાય કે અતીતવયવાળાને જ દીક્ષા અપાય એવો કોઇ નિયમ નથી; પરંતુ પૂર્વમાં બતાવેલા દીક્ષાને યોગ્ય ગુણો જેનામાં હોય, તેવા આઠ વર્ષથી માંડીને અત્યંત વૃદ્ધ ન હોય તેવા સર્વ જીવોને દીક્ષા આપવી જોઇએ, અન્યને નહીં. એ પ્રમાણે સ્થાપન થયું. ૭૧ અવતરણિકા : स्वपक्षोपचयमाह - અવતરણિકાર્ય : પૂર્વગાથામાં કહ્યું કે ભુક્તભોગીઓને દુષ્ટતર એવા મૃત્યાદિ દોષો થાય છે, અને તે દોષો થવાની સંભાવના બાલાદિ અભુક્તભોગીઓને ઓછી છે, તે રૂ૫ સ્વપક્ષની પુષ્ટિ માટે ગ્રંથકાર ઉપચયને કહે છે ગાથા : इयरेसिं बालभावप्पभिई जिणवयणभाविअमईणं । अणभिण्णाण य पायं विसएसु न हुंति ते दोसा ॥७२॥ અન્વયાર્થ : વીમufખરું નિવયUTHવિકમ = બાલભાવથી આરંભીને જિનવચનથી ભાવિતમતિવાળા વિરપણુ ય = અને વિષયોમાં સમUTIOT = અનભિન્ન એવા રૂi = ઇતરોને = અભુક્તભોગીઓને, પાયં તે ટોસા ન હૃતિ = પ્રાયઃ તે = કૌતુકાદિ, દોષો થતા નથી. ગાથાર્થ : બાલભાવથી માંડીને જિનવચનથી ભાવિત થયેલી મતિવાળા અને વિષયોમાં અનભિજ્ઞ એવા અભુક્તભોગીઓને પ્રાયઃ કૌતુકાદિ દોષો થતા નથી. ટીકા : इतरेषां अभुक्तभोगानां, बालभावप्रभृति बाल्यादारभ्य, जिनवचनभावित मतीनां सतां वैराग्यसम्भवात् अनभिज्ञानां च विषयसुखस्य प्रायो न भवन्ति ते दोषाः कौतुकादय इति गाथार्थः॥ ७२॥ ટીકાર્ય : બાલભાવથી માંડીને = બાલપણાથી આરંભીને, જિનવચનથી ભાવિતમતિવાળા છતા અને વિષયસુખના અનભિજ્ઞ = નહીં જાણનારા, એવા ઇતરોને = અભુક્તભોગવાળાઓને, વૈરાગ્યનો સંભવ હોવાથી પ્રાયઃ તે = કૌતુકાદિ, દોષો થતા નથી. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy