________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૮-૬૯
૧૦૫
ભાવાર્થ :
સંસાર એ જીવના કર્મ અને શરીર સાથેના સંબંધરૂપ છે, તેથી કર્મો અને શરીરને પરવશ થયેલા જીવને સંસારમાં અનેક પ્રકારની વિડંબણાઓ પ્રાપ્ત થાય છે, માટે સંસાર અશુભ છે.
વળી, સંસારની અવસ્થા એવી છે કે જેથી જીવનક્રિયામાં આરંભ-સમારંભરૂપ મહાપાપો થવાથી અશુભ કર્મો અને દુર્ગતિની પરંપરા પ્રાપ્ત થાય છે, માટે સંસાર મહાપાપરૂપ છે.
અને આ સંસારને વાસ્તવિક સ્વરૂપમાં જોનાર પુરુષ બુદ્ધિમાન છે, અને તેવા બુદ્ધિમાન પુરુષે સંસારના નાશના નિમિત્તભૂત એવો શુદ્ધ ધર્મ જ કરવો જોઈએ; અને તે શુદ્ધ ધર્મ જૈનદર્શનની પ્રક્રિયા પ્રમાણે ચારિત્ર છે, અને અન્યદર્શનની માન્યતા પ્રમાણે સંસારની અપ્રવૃત્તિસ્વરૂપ છે. માટે આવા પ્રકારનો ધર્મ કરવાથી આ સંસારનો પરિક્ષય થતો હોવાને કારણે, અર્થ-કામ સેવવા જોઇએ એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અત્યંત અનુચિત છે, એ પ્રકારનું પૂર્વગાથા સાથે પ્રસ્તુતગાથાનું યોજન છે. //૬૮ ગાથા :
अन्नं च जीविअंजं विज्जुलयाडोवचंचलमसारं ।
पिअजणसंबंधोऽवि अ सया तओ धम्ममाराहे ॥६९॥ અન્વયાર્થ :
સન્ન રં=અને બીજું (ગ્રંથકાર કહે છે-) ==જે કારણથી નવિ નિપસંવંથોfa =જીવિત અને પ્રિયજનનો સંબંધ પણ વિનુનયાકોવવંવતંત્રવિદ્યુતલતાના આટોપ જેવો ચંચળ (અને) સારં= અસાર છે, તો=તે કારણથી સા=સદા થÍ=ધર્મને મારાદે આરાધવો જોઇએ. ગાથાર્થ :
અને બીજું ગ્રંથકાર કહે છે કે જે કારણથી જીવિત અને પ્રિયજનનો સંબંધ પણ વિધુતુલતાના ઝબકારા જેવો ચંચળ અને અસાર છે, તે કારણથી સદા ધર્મને આરાધવો જોઇએ. ટીકા :
अन्यच्च जीवितं यत् यस्माद् विद्युल्लताटोपचञ्चलं स्थितितः असारं स्वरू पतः, प्रियजनसम्बन्धोऽपि च एवम्भूत एव, यतश्चैवं सदा ततो धर्ममाराधयेत् = धर्मं कुर्यादिति गाथार्थः ॥६९॥ ટીકાર્ય :
અને અન્ય-જે કારણથી જીવિત સ્થિતિથી વિદ્યુતની લતાના આટોપ જેવું = વીજળીના ચમકારા જેવું, ચંચળ છે, અને સ્વરૂપથી અસાર છે; અને પ્રિયજનનો સંબંધ પણ આવા પ્રકારનો જ છે = ચંચળ અને અસાર જ છે, અને જે કારણથી આમ છે, તે કારણથી સદા ધર્મને આરાધવો જોઈએ = ધર્મને કરવો જોઈએ. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org