________________
૧૦૪
અવતરણિકા :
ततः किमिति चेदुच्यते
અવતરણિકાર્ય :
-
પૂર્વગાથામાં કહ્યું કે અર્થ-કામ પ્રકૃતિથી સંસારનું કારણ છે, ત્યાં પૂર્વપક્ષી કહે કે તેનાથી શું ? એથી ગ્રંથકાર કહે છે કે, જો એમ છે, તો કહેવાય છે
ગાથા :
પ્રવ્રજ્યાવિધાનવસ્તુક / ‘કેભ્યઃ' દ્વાર / ગાથા ૬૦-૬૮
અવતરણિકાનો ભાવાર્થ :
પૂર્વપક્ષીનો આશય એ છે કે ઉચિતકાળે ચારેય પુરુષાર્થો સેવવા જોઇએ, તેથી યૌવનવયમાં અર્થ અને કામપુરુષાર્થનું સેવન કરવું જોઈએ, તે ભલે સંસારનું કારણ હોય; પરંતુ વૃદ્ધવયમાં ધર્મ અને મોક્ષપુરુષાર્થનું સેવન કરશું, તેથી સંસારનો ઉચ્છેદ થશે; માટે અતીતવયવાળા જીવોને દીક્ષાયોગ્ય સ્વીકારીએ તો શું વાંધો આવે ? આ પ્રકારની પૂર્વપક્ષીની શંકામાં ગ્રંથકાર કહે છે –
असुहो अ महापावो संसारो तप्परिक्खयणिमित्तं । बुद्धिमया पुरिसेणं सुद्धो धम्मो अ कायव्वो ॥ ६८ ॥
અન્વયાર્થ :
સંભારો = સંસાર અમુદ્દો મહાપાવો = = અશુભ અને મહાપાપરૂપ છે, તવિશ્ર્વનિમિત્તે x = અને તેના પરિક્ષયના નિમિત્તે બુદ્ધિમયા પુમેળ = બુદ્ધિમાન પુરુષે સુો ૬ ધમ્મો વાવવો વળી શુદ્ધ ધર્મ કરવો જોઇએ.
ગાથાર્થ :
સંસાર અશુભ અને મહાપાપરૂપ છે અને તે સંસારના પરિક્ષય નિમિત્તે બુદ્ધિમાન પુરુષે શુદ્ધ ધર્મ કરવો જોઇએ.
Jain Education International
ટીકા :
अशुभश्च महापापः संसारस्तत्परिक्षयनिमित्तं संसारपरिक्षयनिमित्तं बुद्धिमता पुरुषेण शुद्धो धर्म्मस्तु कर्त्तव्यः, शुद्ध एव चारित्रधर्म्मः स्वप्रक्रियया, अप्रवृत्तिरूपस्तु तन्त्रान्तरानुसारेणेति गाथार्थः ॥ ६८ ॥
ટીકા :
=
=
સંસાર અશુભ અને મહાપાપવાળો છે, તેના = તે સંસારના, પરિક્ષયના નિમિત્તે બુદ્ધિમાન પુરુષે વળી શુદ્ધ ધર્મ કરવો જોઇએ. સ્વપ્રક્રિયા વડે = જૈનદર્શનની પ્રક્રિયા અનુસારે, શુદ્ધ જ ચારિત્રધર્મ છે, વળી તંત્રાંતરના અનુસારથી = અન્યદર્શનની પ્રક્રિયા અનુસારે, અપ્રવૃત્તિરૂપ શુદ્ધધર્મ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
For Personal & Private Use Only
www.jainelibrary.org