SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૪-૬૫ વળી, ક્ષપકશ્રેણિના નવમા ગુણસ્થાનક પછી જીવને દીક્ષાનો અધિકારી સ્વીકારવામાં આવે તો, મરુદેવીમાતા જેવા કોઇક જીવો દીક્ષાના અધિકારી બની શકે, તે સિવાયના કોઈ જીવો દીક્ષાના અધિકારી બની શકે નહીં, કેમ કે મોટાભાગના જીવો દ્રવ્ય દીક્ષા ગ્રહણ કર્યા વિના ક્ષપકશ્રેણિના નવમા ગુણસ્થાનકને પામી શકતા નથી, તેથી તેવા જીવોને આશ્રયીને દોષોની સંભાવનામાત્રથી દીક્ષાનો નિષેધ કરવામાં આવે તો કલ્યાણમાર્ગનો ઉચ્છેદ થાય. માટે ભુક્તભોગીઓને જ દીક્ષાદાનનું પૂર્વપક્ષીનું કથન અસમંજસ છે. વિશેષાર્થ : ક્ષપકશ્રેણિનો પ્રારંભ ચોથાથી સાતમા સુધીના કોઈપણ ગુણસ્થાનકમાં થઈ શકે છે, અને જો ક્ષપકશ્રેણિમાં ચઢનાર જીવે પૂર્વે આયુષ્ય બાંધ્યું ન હોય તો તે જીવ ક્ષપકશ્રેણિ પૂરી કરીને અટકે છે, તેથી તેવા જીવને દોષોની સંભાવના રહેતી નથી; અને ક્ષપકશ્રેણિમાં ચઢેલ અને અપૂર્વકરણગુણસ્થાનકને પ્રાપ્ત કરેલ જીવ અવશ્ય મોહનો નાશ કરવાનો છે, તોપણ તે જીવમાં સંભાવનીય દોષોના કારણભૂત એવો મોહનીયકર્મનો ઉદય વર્તે છે. માટે સંભાવનાને આશ્રયીને જેમ અભક્તભોગીને દીક્ષા આપી ન શકાય, તેમ ક્ષપકશ્રેણિમાં ચઢેલ આઠમા અપૂર્વકરણગુણસ્થાનકવાળા જીવને પણ દીક્ષા આપી ન શકાય; કેમ કે અભુક્તભોગીને જેમ દોષસંભવનું કારણ તેણે નહીં ભોગવેલા ભોગ છે, તેમ ક્ષપકશ્રેણિએ ચઢેલા આઠમા ગુણસ્થાનકવાળા જીવને પણ દોષનિષ્પત્તિનું કારણ તેનામાં વર્તતી મોહનીયકર્મની પ્રકૃતિ છે. આથી દોષસંભવરૂપ કારણ વિદ્યમાન હોય ત્યાં સુધી દીક્ષાદાનરૂપ કાર્ય ન કરાય, તેમ માનવું પડે. માટે પરમાર્થથી નવમા અનિવૃત્તિબાદરગુણસ્થાનકથી દોષોનો સંભવ નથી. તેથી નવમું ગુણસ્થાનક પ્રાપ્ત ન થાય ત્યાં સુધી કોઈને દીક્ષા આપી શકાય નહીં, એમ માનવું પડે. // ૬૪/ અવતરણિકા : अन्यदुच्चार्य समतां दर्शयन्नाहઅવતરણિકાર્ય : ગાથા-પર-પ૩માં પૂર્વપક્ષીનો અભિપ્રાય બતાવીને તે અભિપ્રાયનું ગ્રંથકારે ગાથા-પ૭ થી ૬૪માં નિરાકરણ કર્યું. હવે અન્ય અભિપ્રાયને ઉચ્ચારીને =ગાથા-૫૪ માં પૂર્વપક્ષીએ યુક્તિ આપેલ કે ભુક્તભોગીઓ વિજ્ઞાત-વિષયસંગવાળા હોવાથી સુખે કરીને સંયમ પાળી શકે છે એનું ઉચ્ચારણ કરીને, અભુક્તભોગીઓમાં પણ વિજ્ઞાતવિષયસંગપણું સમાન જ છે, એ રૂપ સમપણાને દર્શાવતાં ગ્રંથકાર કહે છે ગાથા : विण्णायविसयसंगा जमुत्तमिच्चाइ तं पि णणु तुल्लं । अण्णायविसयसंगा वि तग्गुणा केइ जं हुंति ॥६५॥ અન્વયાર્થ : વિધાવિયí ફુગ્ગા=વિજ્ઞાતવિષયસંગવાળા' ઇત્યાદિ = ૩ત્ત જે કહેવાયું, તે પિ તુછું તે પણ ખરેખર (અમારા પક્ષમાં પણ) તુલ્ય છે; બં=જે કારણથી મUTયવિયર્સ વિ =અજ્ઞાતવિષયસંગવાળા પણ કેટલાક તો હૃતિeતેના=વિજ્ઞાતવિષયસંગના, ગુણવાળા હોય છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy