SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૬૪ તે . ..ધ્યાત્રિ અને તેઓ =અનિવૃત્તિબાદરગુણસ્થાનકવાળા અથવા પ્રાપ્ત કરેલ અણિમાદિભાવવાળા જીવો, પ્રાય: ત્યાં તે જન્મમાં, કે અન્ય જન્મમાં દ્રવ્યદીક્ષાને પણ આશ્રયીને દીક્ષાથી વિકલ હોતા નથી=પ્રવ્રયાથી શૂન્ય હોતા નથી. વી .પ્રદ્યુમ્મરુદેવી જેવા આશ્ચર્યભાવના વ્યવચ્છેદ માટે “પ્રાયઃ'નું ગ્રહણ છે. તિગ્ન ... વવનાત્ અને આ=મરુદેવીમાતા જેવા કેટલાક જીવો દ્રવ્યદીક્ષા વગર પણ અણિમાદિભાવો પ્રાપ્ત કરે છે એ, તંત્રતરમાં પણ=અન્યદર્શનમાં પણ, સ્વની=અન્યદર્શનની પોતાની, પરિભાષા વડે ગવાય જ છે=કહેવાય જ છે; કેમ કે “અત્યંત અનિવાત લ્યાણવાળો પણ કલ્યાણને પામ્યો,” અર્થાત્ ક્યારેય દ્રવ્યદીક્ષા નહીં ગ્રહણ કરવારૂપ અત્યંત નહીં પ્રાપ્ત કરેલા કલ્યાણવાળો પણ મરુદેવીમાતાનો જીવ અણિમાદિભાવ પામવારૂપ કલ્યાણને પામ્યો, એ પ્રકારનું અન્યદર્શનનું વચન છે. તેથી કોઈક જીવને છોડીને સર્વ જીવો કોઇક ભવમાં દ્રવ્યદીક્ષા ગ્રહણ કરીને જ અનિવૃત્તિબાદરગુણસ્થાનક પામે છે, પરંતુ દ્રવ્યદીક્ષા વગર પામી શકતા નથી, એમ નક્કી થાય. ય મરેવં પત્ત વિષમ જ કારણથી આ પ્રમાણે=ઉપરમાં કહ્યું એ પ્રમાણે, આ=દ્રવ્ય દીક્ષા વગર અનિવૃત્તિ બાદરગુણસ્થાનક પ્રાયઃ પ્રાપ્ત થતું નથી એ, વિષમ છે. તત: તwાત વિષમ દૂર તે કારણથી આ=જ્યાં સુધી સંભાવનીય દોષો છે ત્યાં સુધી દ્રવ્ય દીક્ષા અપાય નહીં અને ભુક્તભોગીઓને જ દીક્ષા અપાય એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન, વિષમ સંકટવાળું છે; કેમ કે અનિવૃત્તિબાદરગુણસ્થાનક પામ્યા પહેલાં સંભાવનીય દોષો રહે જ છે અને દ્રવ્યદીક્ષા વગર અનિવૃત્તિબાદરગુણસ્થાનક પ્રાપ્ત થતું નથી. વિમુ મવતિ? વિષમ સંકટ કહેવા દ્વારા શું કહેવાયેલું થાય છે? તે બતાવે છે રીક્ષા ...મત્તિ દીક્ષાના વ્યતિરેકથી વિશિષ્ટ ગુણો થતા નથી=દીક્ષા વગર જ્યાં સંભાવનીય દોષો નથી તેવા અનિવૃત્તિબાદરગુણસ્થાનકની પ્રાપ્તિરૂપ કે અણિમાદિ ભાવોની પ્રાપ્તિરૂપ વિશિષ્ટ ગુણો થતા નથી. તવ્યતિરે ર ર રીક્ષા અને તેના વ્યતિરેકથી દીક્ષા થતી નથી=પૂર્વપક્ષીના કથન મુજબ વિશિષ્ટ ગુણોની પ્રાપ્તિ વગર દીક્ષા અપાતી નથી. રૂતિ તરીશ્રવિરોધ: એ પ્રકારનો અન્યોન્યાશ્રયરૂપ વિરોધ છે. આથી જયાં સુધી દોષોનો સંભવ છે, ત્યાં સુધી દીક્ષા ન અપાય, એ પ્રકારનું પૂર્વપક્ષીનું કથન અયુક્ત છે. આમ, પ્રસ્તુત ગાથાનો ધ્વનિ એ છે કે દીક્ષાયોગ્ય ગુણો જેનામાં હોય, તેવો બાલ, વૃદ્ધ કે યુવાન અથવા ભુક્તભોગી કે અભુક્તભોગી જીવ દીક્ષા લેવા માટે યોગ્ય છે. રૂતિ થઈએ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ : પૂર્વપક્ષી કહે છે કે જયાં સુધી જીવ યૌવનવયને વટાવી ચૂક્યો ન હોય, ત્યાં સુધી કામાદિ વિકારો થવાનો સંભવ છે, માટે અભુક્તભોગીને દીક્ષા આપી શકાય નહીં. તેને ગાથા-૬૩ માં ગ્રંથકારે કહ્યું કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy