SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૮-૫૯ સામગ્રીએ ક્ષયોપશમ થાય છે. તેથી જે નિમિત્તથી ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ થઈ શકે છે, તે નિમિત્તને પામીને, તે વયમાં, તે જીવ ચારિત્રને યોગ્ય બને છે; પરંતુ અતીતવયવાળાઓને જ દીક્ષા આપી શકાય, એ વાત પૂર્વપક્ષીની ઉચિત નથી; કેમ કે ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ માત્ર વયને કારણે થતો નથી. અહીં ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ વયને કારણે જ નથી, એમ ાવ કાર દ્વારા એ પ્રાપ્ત થાય કે વય કર્મના ક્ષયોપશમનું સર્વથા કારણ નથી એમ નહીં, પરંતુ કેટલાક જીવોને પૂર્વની વયમાં ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ ન થાય, તોપણ પાછળની વયમાં ચારિત્રમોહનીયકર્મનો ક્ષયોપશમ થવાથી સંયમનો પરિણામ થઈ શકે છે; છતાં, સર્વત્ર વયને કારણે જ ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય, તેવો નિયમ નથી. વળી, ગાથા-પર માં કહેલ કે આઠ વર્ષનો પણ બાળક ક્ષુલ્લકભાવવાળો હોવાથી ચારિત્રને અયોગ્ય છે, એમ કેટલાક માને છે, અને ગાથા-પ૩ ના પૂર્વાર્ધમાં કહેલ કે અન્ય કેટલાક, ભુક્તભોગીઓની જ દીક્ષા પાપરહિત માને છે. તે બંન્ને મતનું પ્રસ્તુત ગાથાથી નિરાકરણ થાય છે; કેમ કે કોઇક જીવને બાલ્યવયમાં પણ ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થઈ શકે તો કોઈક જીવને યુવાનવયમાં પણ થઈ શકે, તો વળી કોઈક જીવને તો વૃદ્ધાવસ્થામાં પણ ન થાય. તેથી ચારિત્રમોહનીય કર્મના ક્ષયોપશમમાં વય જ કારણ નથી. માટે યોગ્ય જીવને કોઇપણ વયમાં પ્રવ્રયા આપી શકાય, એ વાતનું પ્રસ્તુત ગાથાથી સ્થાપન થાય છે. I૫૮ અવતરણિકા : इत्थं चैतदङ्गीकर्तव्यमिति दर्शयतिઅવતરણિકાર્ય : અને આ = પૂર્વગાથામાં કહ્યું કે ચારિત્રમોહનીયનો ક્ષયોપશમ વયને કારણે જ થતો નથી એ કથન, આ રીતે અંગીકરવું જોઇએ = પ્રસ્તુત ગાથામાં કહેવાય છે એ રીતે સ્વીકારવું જોઇએ; એ પ્રમાણે દર્શાવે છેગાથા : गयजोव्वणा वि पुरिसा बाल व्व समायरंति कम्माणि । दोग्गइनिबंधणाई जोव्वणवंता वि ण य केइ ॥५९॥ અન્વયાર્થ : નયનો વ્યUT વિકરતયૌવનવાળા પણ પુરિસા=પુરુષો વાત á=બાલોની જેમ=યૌવનોન્મત્તોની જેમ, સોવિંથરું લક્ષ્મણ સમયાંતિ દુર્ગતિનાં નિબંધન એવાં કર્મોને આચરે છે નોવ્યUવંતા વિ 3 T =અને યૌવનવાળા પણ કેટલાક (તેવાં કર્મોને આચરતા) નથી. ગાથાર્થ : ગતવનવાળા પણ પુરુષો ચૌવનોન્મત્તની જેમ દુર્ગતિનાં કારણભૂત એવાં ક્રિયારૂપ કર્મો કરે છે અને યવનવાળા પણ કેટલાક તેવાં કામ કરતા નથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy