SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૮ અવતરણિતાર્થ : આને જ=પૂર્વગાથામાં કહ્યું કે કર્મના ક્ષયોપશમથી ચારિત્ર પ્રગટે છે અને ચારિત્રની સાથે બાલભાવ વિરોધ પામતો નથી એ વાતને જ, સ્પષ્ટ કરતાં ગ્રંથકાર કહે છે ગાથા : तक्कम्मखओवसमो चित्तनिबंधणसमुब्भवो भणिओ। न उ वयनिबंधणो च्चिय तम्हा एआणमविरोहो ॥५८॥ અન્વચાર્થ : તમિરોવરમો તે=ચારિત્રમોહનીય, કર્મનો ક્ષયોપશમ રિનિર્વાદસમુહમવો=અનેક પ્રકારના કારણથી ઉત્પન્ન થવાવાળો મારે કહેવાયેલો છે, વયનિવંથળો વ્યય ૩=પરંતુ વયના કારણે જ નહીં. તડ્ડી તે કારણથી માઈ=આમનોકવય અને ચારિત્રના પરિણામનો, વિરોહો=અવિરોધ છે. ગાથાર્થ : ચારિત્રમોહનીસકર્મનો ક્ષયોપશમ અનેક પ્રકારના કારણથી ઉત્પન્ન થનારો કહેવાયેલો છે, પરંતુ વયના કારણથી જ નહીં. તે કારણથી બાલ્યવય અને ચારિત્રના પરિણામનો અવિરોધ છે. ટીકા : तत्कर्मक्षयोपशम: चारित्रमोहनीयकर्मक्षयोपशमः, चित्रनिबन्धनसमुद्भवो नानाप्रकारकारणादुत्पादो यस्य स तथाविधो, भणितः=उक्तोऽर्हदादिभिः, न तु वयोनिबन्धन एव=न विशिष्टशरीरावस्थाकारण एव, यस्मादेवं तस्मादेतयोः वयश्चरणपरिणामयोः अविरोधः अबाधेति गाथार्थः ॥५८॥ ટીકાર્ય : તે કર્મનો ક્ષયોપશમ = ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ, અહંદાદિ વડે ચિત્રનિબંધનથી સમુદૂભવવાળો કહેવાયો છે = અનેક પ્રકારના કારણથી ઉત્પાદ છે જેનો તે તેવા પ્રકારનો કહેવાયો છે; પરંતુ વયના નિબંધનવાળો જ નથી અર્થાત્ વિશિષ્ટ શરીરની અવસ્થાના કારણવાળો જ કહેવાયો નથી. જે કારણથી આમ છે = ઉપરમાં કહ્યું એમ છે, તે કારણથી આ બેનો = વય અને ચરણના પરિણામનો, અવિરોધ છે = અબાધા છે. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ : ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થવાનાં અનેક કારણો છે. કેટલાક જીવો ભૂતકાળની આરાધનાને કારણે બાલ્યવયમાં પણ તેવો ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ પ્રાપ્ત કરી શકે છે, તો કેટલાક જીવોને બાલ્યાવસ્થામાં વૈરાગ્યની સામગ્રી પ્રાપ્ત થઈ હોવાથી ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય છે. વળી કેટલાક જીવોને બાલ્યવયમાં ચારિત્રમોહનીય કર્મનો ક્ષયોપશમ થાય તેવી સામગ્રી મળવા છતાં ત્યારે ક્ષયોપશમ થતો નથી, અને પાછળની વયમાં સ્વાભાવિક બાલ્યકાળની વાતોનું સ્મરણ કરીને પણ વગર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy