SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૫૫ અવતરણિકા : જિગ્ન – અવતરણિતાર્થ : ગાથા-પર થી ૫૪ માં વયને આશ્રયીને પ્રવયાગ્રહણ કરવાને યોગ્ય જીવોના વિષયમાં નૈવેદ્યવૃદ્ધાદિસંબંધી બે પ્રકારના અભિપ્રાયો બતાવ્યા, તેમાં બીજા પ્રકારના અભિપ્રાયની પુષ્ટિ માટે ગ્રંથકાર તે બીજા કથનનો 'િથી સમુચ્ચય કરે છે ગાથા : धम्मत्थकाममोक्खा पुरिसत्था जं चयारि लोगम्मि । एए अ सेविअव्वा निअनिअकालम्मि सव्वे वि ॥५५॥ અન્વયાર્થ : નં=જે કારણથી ત્રિલોકમાં થર્મસ્થાનમોલ્લ ચારિ પુરિસ્થા ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર પુરુષાર્થો છે, U સળે વિ=અને આ સર્વ પણ નિનિત્ન=પોતપોતાના કાળમાં વિધ્યા =સેવવા જોઇએ. ગાથાર્થ : જે કારણથી લોકમાં ઘર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર પુરુષાર્થો છે, અને આ સર્વ પણ પોતપોતાના કાળમાં સેવવા જોઇએ. ટીકા : ___धर्मार्थकाममोक्षाः पुरु षार्थाः यद् = यस्मात् चत्वारो लोके, तत्राहिंसादिलक्षणो धर्मः, हिरण्यादिरर्थः, इच्छामदनलक्षणः कामः, अनाबाधो मोक्षः, एते = चत्वारः पुरुषार्थाः सेवितव्या निजनिजकाले = आत्मी-यात्मीयकाले सर्वेऽपि, अन्यथा अक्षीणकामनिबन्धनकर्मणस्तत्परित्यागे दोषोपपत्तेरिति નાથાર્થઃ || ટીકાર્ય : જે કારણથી લોકમાં ધર્મ, અર્થ કામ અને મોક્ષરૂપ ચાર પુરુષાર્થો છે, તેમાં અહિંસાદિના લક્ષણવાળો ધર્મ છે, હિરણ્યાદિ અર્થ છે, ઇચ્છા અને મદનના લક્ષણવાળો કામ છે, અનાબાધ = આબાધા વગરનો, મોક્ષ છે. સર્વ પણ આ = ચાર પુરુષાર્થો, નિજનિજ કાલમાં = પોતપોતાના કાળમાં, સેવવા જોઇએ; કેમ કે અન્યથા = ચાર પુરુષાર્થો નિજનિજ કાળમાં સેવવામાં ન આવે તો, ક્ષય નહીં પામેલ કામના કારણભૂત કર્મ હોવાથી તેના = કામપુરુષાર્થના, પરિત્યાગમાં દોષોની ઉપપત્તિ છે = પ્રાપ્તિ છે. એ પ્રમાણે ગાથાનો અર્થ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005508
Book TitlePanchvastuk Prakaran Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year2005
Total Pages352
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy