________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | “કેભ્યઃ' દ્વાર | ગાથા પ૨-૫૩
ટીકાર્થ :
કેટલાક તંત્રોતરીય=અન્યદર્શન સંબંધી, નૈવેદ્યવૃદ્ધાદિ કહે છે, ખરેખર એઓ બાલ છે. કોણ? એથી કહે છે- જેઓ વયથી યુક્ત પણ કહેવાયા=જેઓ આઠ વર્ષવાળા પણ કહેવાયા, એઓ બાલ છે. અને જે કારણથી આમ છે એ કારણથી, ક્ષુલ્લકભાવ હોવાથી જ=બાલપણું હોવાથી જ, શું? એથી કહે છે- ચરણને યોગ્ય સંભવતા નથી=ચારિત્રને ઉચિત નથી. એ પ્રમાણે ગાથાર્થ છે. ભાવાર્થ :
અન્યદર્શનવાળા નૈવેદ્યવૃદ્ધાદિ બાલભાવ વગરના જીવોને દીક્ષાના અધિકારી કહે છે; કેમ કે બાલ્ય અવસ્થા વટાવ્યા પછી જ્યારે બાળક યુવાન થાય ત્યારે તે સ્વયં નિર્ણય કરી શકે છે, તેથી યુવાનીમાં દીક્ષા અપાય એમ તેઓ કહે છે. વળી તે નૈવેદ્યવૃદ્ધાદિમાં જ અન્ય પણ એક નૈવેદ્યવૃદ્ધોનો મત છે કે જેઓ ભુક્તભોગી એવા અતીતવયવાળા જીવોને દીક્ષા આપવાનું કહે છે, જે આગળની ગાથામાં બતાવાશે. નેપરો
ગાથા :
अन्ने उ भुत्तभोगाणमेव पव्वज्जमणहमिच्छंति । संभावणिज्जदोसा वयम्मि जं खुड्डगा होति ॥५३॥
અન્વયાર્થ :
અ૩= વળી અન્યો મુત્તમોગામેવ = ભુક્તભોગવાળાઓની જ પāw{ મામ્ = પ્રવ્રયાને અનઘ રૂછતિ = ઇચ્છે છે= સ્વીકારે છે; કં = જે કારણથી વયમિ = વયમાં = યુવાન વયમાં, સંમાવળિmલોસા રઘુ = સંભાવનીય દોષો ક્ષુલ્લક હૉતિ = હોય છે. ગાથાર્થ :
વળી અન્ય નૈવેધવૃદ્ધો ભુક્તભોગીઓની જ પ્રવજ્યા પાપરહિત સ્વીકારે છે; જે કારણથી યુવાન વચમાં સંભાવનીય દોષો ક્ષુલ્લક હોય છે.
ટીકા :
___ अन्ये तु त्रैवेद्यवृद्धाः भुक्तभोगानामेव अतीतयौवनानां प्रव्रज्यामनवद्यां = अपापां इच्छन्ति = प्रतिपद्यन्ते, किमित्यत्राह-सम्भावनीयदोषाः = सम्भाव्यमानविषयासेवनापराधा वयसि यौवने यद् = यस्मात् क्षुल्लका भवन्ति, सम्भवी च दोषः परिहर्त्तव्यो यतिभिरिति गाथार्थः ॥५३॥ ટીકાર્થ :
વળી અન્ય નૈવેદ્યવૃદ્ધો અતીતયૌવનવાળા ભક્તભોગીઓની જ પ્રવ્રયા અનવઘા = અપાપવાળી, ઇચ્છે છે = સ્વીકારે છે. ક્યા કારણથી? એ પ્રકારની શંકામાં કહે છે- જે કારણથી યૌવન વયમાં સંભાવનીય દોષો = સંભવતા એવા વિષયના આસેવનના અપરાધો, ક્ષુલ્લક = ઉન્માદ કરાવે એવા, હોય છે અને યતિઓએ સંભવવાળો દોષ પરિહરવો જોઈએ. એ પ્રમાણે ગાથાર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org