________________
પ્રવજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૯
અવતરણિકાર્થ :
અહીં કોઈ પ્રશ્નકાર કહે છે કે જિનક્રિયાને અસાધ્ય જીવો કોઈ નથી અર્થાત ભગવાને બતાવેલી ક્રિયા કરનારનો ભાવરોગ અસાધ્ય નથી, તેથી જિને બતાવેલ ચિકિત્સા દ્વારા બધા જીવોનો ભાવરોગ મટવો જોઈએ, માટે જિનશાસનની ક્રિયામાં લૌકિક એવું વૈદ્યક્રિયાનું દષ્ટાંત ઘટાવવું ઉચિત નથી. તેને ગ્રંથકાર કહે છે કે તારી વાત સત્ય છે. આમ, પૂર્વપક્ષીની વાતનો અર્થ સ્વીકાર કરીને અસાધ્ય રોગવાળા જીવોનો રોગ જિનક્રિયા કરવા છતાં મટે નહીં તેમાં જિનક્રિયાનો દોષ નથી તે બતાવતાં કહે છે
ગાથા :
जिणकिरिआए असज्झा ण इत्थ लोगम्मि केइ विज्जंति। जे तप्पओगऽजोगा तेऽसज्झा एस परमत्थो॥४९॥
અન્વયાર્થ :
રૂા નોમ્પિ = આ લોકમાં નિવાઈ = જિનક્રિયાથી કફ મસા વિનંતિ = કોઈ અસાધ્ય વિદ્યમાન નથી, (પરંતુ) ને તHોનો = જેઓ તેના પ્રયોગને અયોગ્ય છે, તે = તેઓ અસાધ્ય છે. પણ પરમાત્થી = આ પરમાર્થ છે. ગાથાર્થ :
આ લોકમાં જિનક્રિયાથી કોઇ જીવો અસાધ્ય નથી, પરંતુ જેઓ તેના પ્રયોગને અયોગ્ય છે, તેઓ અસાધ્ય છે. આ પરમાર્થ છે. ટીકા : . जिनानां सम्बन्धिनी क्रिया तत्प्रणेतृत्वेन जिनक्रिया, तस्या असाध्या अचिकित्स्याः नात्र लोके-प्राणिलोके केचन प्राणिनो विद्यन्ते, किन्तु ये तत्प्रयोगायोग्या:-जिनक्रियायामनुचिताः, तेऽसाध्याः कर्मव्याधिमाश्रित्य, एष परमार्थः इदमत्र हृदयमिति गाथार्थः ॥४९॥ ટીકાર્ય :
તેનું = જિનો સંબંધી ક્રિયાનું, પ્રણેતૃપણું હોવાથી = જિનો સંબંધી ક્રિયાની પ્રરૂપણા કરનાર હોવાથી, જિનોના સંબંધવાળી ક્રિયા જિનક્રિયા છે. તેનાથી અસાધ્ય = અચિકિત્સ્ય = જિનક્રિયાથી ચિકિત્સા કરી ન શકાય એવા, કોઈ પ્રાણીઓ = જીવો, આ લોકમાં = પ્રાણીલોકમાં = જીવલોકમાં, વિદ્યમાન નથી, પરંતુ જેઓ તેના પ્રયોગમાં અયોગ્ય છે = જિનક્રિયામાં અનુચિત છે, તેઓ કર્મવ્યાધિને આશ્રયીને અસાધ્ય છે, આ પરમાર્થ છે = અહીં આ હૃદય છે, અર્થાત વૈદ્યક્રિયાના ઉદાહરણમાં પ્રસ્તુત ગાથાનું કથન સારરૂપ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org