________________
o 3
પ્રવૃજ્યાવિધાનવસ્તુક | ‘કેભ્યઃ' દ્વાર | ગાથા ૪૬ ટીકાર્ય :
અને અશિક્ષામાં=ગુરુએ આપેલ શિક્ષાથી વિપરીતમાં, પ્રવર્તતા અધન્ય એવા તેને પણ શિષ્યને પણ, આર્તધ્યાન છે=આર્તધ્યાન થાય છે. ક્યા કારણથી આર્તધ્યાન થાય છે? એથી કરીને કહે છે- શ્રદ્ધાનો અભાવ હોવાને કારણે આર્તધ્યાન થાય છે. તેમાં યુક્તિ બતાવે છે
જે કારણથી તે પ્રકારે=જે પ્રકારે ગુરુ કહે તે પ્રકારે, પ્રવર્તતા એવા શ્રદ્ધાવાળાને સુખ થાય છે, ઈતરને નહીં=શ્રદ્ધારહિતને નહીં; અને તેથી અન્યને આર્તધ્યાન થાય છે તેથી, તેનું=અધન્ય શિષ્યનું, ઉભય લોકમાં આ લોકમાં અને પરલોકમાં, જીવિત અફળ છે; કેમ કે આ લોકમાં ભિક્ષાટનાદિનો યોગ છે અને પરલોકમાં કર્મબંધ છે. માટે ક્રિયાના જ્ઞાત વડે=વૈદ્યની ક્રિયાના ઉદાહરણ વડે, તેનો=અધન્ય શિષ્યનો, ત્યાગ છે અર્થાત્ આ પ્રકારે=પર એવા શિષ્યને આ લોકમાં અને પરલોકમાં વિડંબણા થઇ એ પ્રકારે, પરનો પરિત્યાગ છે, એ પ્રમાણે ગાથાનો અર્થ છે. ભાવાર્થ :
ગુરુ અવિનીત શિષ્યને દીક્ષા આપે તો મોક્ષમાર્ગમાં રુચિ નહીં હોવાને કારણે તે શિષ્યને આર્તધ્યાન થાય છે; કેમ કે ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષામાં સચિવાળો જીવ શિક્ષાની પ્રવૃત્તિ કરે તો જ તેના ચિત્તની સ્વસ્થતા વધે છે અને તેને આત્મિક સુખ પ્રાપ્ત થાય છે; જયારે અયોગ્ય જીવને ભોગાદિનું આકર્ષણ હોય છે, તેથી સંયમની ગ્રહણશિક્ષાથી અને આસેવનશિક્ષાથી તેને આર્તધ્યાન પ્રગટે છે; અને તેના કારણે આલોકમાં ભિક્ષાટન આદિની ક્રિયાથી તેનું જીવન નિષ્ફળ જાય છે, અને તે ક્રિયાથી પાપબંધ થયેલો હોવાને કારણે પરલોકમાં પણ તેનું અહિત થાય છે. આથી જેમ અસાધ્ય રોગની વૈદ્ય ચિકિત્સા કરે તો રોગીનો વિનાશ થાય, તેમ અયોગ્ય શિષ્યમાં ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાનો ગુરુ પ્રયત્ન કરે તો અયોગ્ય શિષ્યનો વિનાશ થાય. આમ, ગુરુ દ્વારા કરાયેલ શિક્ષાપનના યત્નથી શિષ્યનો વિનાશ થયો, તે જ પરનો પરિત્યાગ છે. વિશેષાર્થ :
આ લોક અને પરલોકની આશંસાથી સંયમ ગ્રહણ કરનાર ભવાભિનંદી જીવને ભગવાનના વચનની શ્રદ્ધા હોતી નથી, છતાં દીક્ષાથી પોતાને ભાવિમાં ઇષ્ટ મળશે તેવો વિશ્વાસ હોવાથી ભવાભિનંદી જીવ ઉત્સાહથી સંયમ ગ્રહણ કરે છે અને સંયમમાં પ્રવૃત્તિ કરે છે; તોપણ તેની સંયમની ક્રિયા પરમાર્થથી આર્તધ્યાનરૂપ છે, એટલે કે જે રીતે પૈસા કમાવવાની ક્રિયા જીવ ઉત્સાહથી કરે તો પણ તે આર્તધ્યાનરૂપ છે, તે જ રીતે સંસારમાત્રરૂપ ફળમાં વિશ્રાંત થનાર એવી સંયમની ઉત્સાહવાળી પ્રવૃત્તિ પણ આર્તધ્યાનરૂપ જ છે.
વળી, જે જીવો સંસારમાં પરિભ્રમણરૂપ ભયથી ત્રસ્ત છે, મોક્ષમાં જવાની તીવ્ર ઇચ્છાવાળા છે અને તેને કારણે જ જેઓ ચિત્તમાં વર્તતા રાગાદિને ઘટાડવાની ઇચ્છાવાળા છે, તેઓ જ ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષાથી રાગાદિની અલ્પતા કરી શકે છે અને ઉપશમના સુખનો અનુભવ કરી શકે છે. જ્યારે સંસારની આકાંક્ષાવાળા જીવો તો સંયમની ક્રિયાથી પણ રાગાદિ જ પોષે છે અને ભવાંતરમાં તે સંયમના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org