SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ જૈન સંસ્કૃત સાહિત્યનો ઈતિહાસ : ખંડ ૩ : પ્રકરણ ૩૯ અકલંકે પ્રમાણસંગ્રહ (શ્લો-૭૭)માં અને વિદ્યાનને અષ્ટસહસ્ત્રી (પૃ. ૨૮૮)માં ત. શ્લો. વા. P ૧૧૯ (પૃ. ૨૭૬)માં, ન્યાયવિનિશ્ચય (૩૧૧)માં તેમજ આ ન્યાયવિનિશ્ચયના વિવરણ (પૃ. ૩૬૬-૩૬૭)માં ૧૧૯ નયચક્રનો ઉલ્લેખ કર્યો છે. ન્યાયાગમાનુસારિણી ટીકામાં ઈશ્વરકૃષ્ણકૃત સાંખ્યકારિકાનાં બે પદ્યો જોવાય છે. મલ્લવાદીએ આ સાંખ્યાકારિકાને બદલે એની પહેલાં રચાયેલા વાર્ષગણતત્રનો જ ઉપયોગ કર્યો હોય એમ લાગે છે. મલવાદીએ વૈશેષિક મતની વિચારણા કરતી વેળા વૈશેષિકસૂત્ર ઉપરનાં જે વાક્ય, ભાષ્ય અને પ્રશસ્તમતિની ટીકાનો ઉપયોગ કર્યો છે એ ગ્રન્થો અદ્યાપિ અનુપલબ્ધ છે. રાવણકૃત કટન્દી નામની ટીકા પણ મળતી નથી. ભર્તુહરિના અને એમના ગુરુ (ઉપાધ્યાય) વસુરાતના મતોને નયચક્રમાં તથા એની વૃત્તિમાં સ્થાન અપાયું છે. પાણિનીય અષ્ટાધ્યાયીની કોઈ પ્રાચીન વૃત્તિ હોવાનું નયચક્રની વૃત્તિ જોતાં અનુમનાય છે. આ વૃત્તિમાં તન્નાર્થસંગ્રહ નામના વ્યાકરણનો ઉલ્લેખ છે. મલવાદી તેમજ સિંહસૂરવાદિગણિ ક્ષમાશ્રમણ તેમજ એમની કૃતિઓ વિષે મેં યશોદોહનમાં અનુક્રમે નિમ્નલિખિત પૃષ્ઠોમાં વિચાર કર્યો છે - ૨૭-૬૦-૬૧, ૧૩૦-૧૩૨, ૧૮૧, ૩૩૯ અને ૩૫૯, ૬૧, ૨૩ ૧૩૦, ૩૩૯ અને ૩૫૯, ૬૦, ૬૧, ૧૮૧, ૨૩ ૩૩૯ અને ૩૫૯, ૬૦- ૬૧, ૧૮૧-૧૮૯ ૨૩૪, ૨૪૧, ૩૩૯-૩૪૦, ૩૫૮ અને ૩૫૯ (સંશોધન), તથા ૬૧. ૩૩૯ અને ૩૫૮. P ૧૨૦ લેખો–દ્વાદશરનયચક્ર, એના કર્તા મલવાદી તેમજ આ અપૂર્વ કૃતિના ટીકાકાર સિંહસૂર વિષે કેટલાક લેખો શ્રી વિજય મેઘસૂરિના પ્રશિષ્ય અને મુનિશ્રી ભુવનવિજયજીના શિષ્ય અને સાંસારિક પક્ષે પુત્ર મુનિશ્રી જંબૂવિજયજીએ લખ્યા છે. એનાં નામ નીચે મુજબ છે :(૧) તાર્કિકશિરોમણિ નયવાદપારંગતવાદિપ્રભાકર આચાર્યશ્રી મલ્લવાદી ક્ષમાશ્રમણવિરચિત નયચક્રનો સંક્ષિપ્ત પરિચય. (૨) “નયચક્રગ્રંથ અને બૌદ્ધસાહિત્ય. (૩) કમલવાદી તથા ભર્તુહરિનો સમય. ૧. જુઓ તા૧૦નું પ્રાકકથન (પૃ. ૧૧, ટિ. ૧). ૨. કેટલાક લેખ “આ. પ્ર.” (પુ. ૪૫, અં. ૭-૯ અને ૧૦)માં ઈ. સ. ૧૯૪૮માં છપાયા છે. ૩. એમનો જન્મ વિ. સં. ૧૯૭૮માં ભોગીલાલની પત્ની મણીબેનને પેટે થયો હતો. એમણે વિ. સં. ૧૯૯૩માં પોતાના દીક્ષિત પિતા પાસે દીક્ષા લીધી હતી. ૪. આ લેખ “જૈન સિદ્ધાન્ત”ના ઇ. સ. ૧૯૪૮ના જુલાઈથી નવેમ્બર સુધીના અંકોમાં ચાર કટકે છપાયો છે. ૫. આ “આ. પ્ર.” (પુ. ૪૯, આ. ૧)માં તા. ૧૫-૮'-૫૧ને રોજ છપાયો છે. ૬. આ “જૈ. સ. પ્ર.” (વ. ૧૭ અં. ૨) તથા “બુદ્ધિપ્રકાશ' (પુ. ૨૮, અં. ૧૧, ઇ. સ. ૧૯૩૧, નવેમ્બર)માં છપાયેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005507
Book TitleJain Sanskrit Sahityano Itihas Part 03
Original Sutra AuthorN/A
AuthorMunichandrasuri
PublisherJain Dharm Vidya Prasarak Sabha Palitana
Publication Year2004
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy